<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

સોનામાં તેજી યથાવત : ૬૦૦ રૂપીયાનો ઉછાળો થતા ૧૦ ગ્રામના ભાવ ૮૮,૧૦૦ની નવી ટોચે

રાજકોટ, તા., ૧૦: નવા સપ્તાહના પ્રારંભે સોનામાં તેજીનો ચળકાટ યથાવત રહયો છે. આજે વધુ ૬૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાનો ભાવ ૮૮,૦૦૦ની સપાટી વટાવી ૮૮,૧૦૦ની નવી ટોચની સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે ૬૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૮૭,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૮૮,૧૦૦ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)એ ૬૦૦૦ રૂા. વધ્‍યા હતા. સોનાના બિસ્‍કીટના ભાવ ૮,૭પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૮,૮૧,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સતત તેજીના પગલે છેલ્લા એક માસમાં સોનામાં ૧૦ ગ્રામે  ૯,૧૦૦ રૂા. અને સોનાના બિસ્‍કીટે ૯૧,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવ વધારો થયો છે. વૈશ્વિક પ્રવાહો બદલાતા સોનામાં તેજીનો દોર ચાલુ થયો છે. આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવોમાં નવી સપાટી જોવા મળે તો નવાઇ નહિ તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

જયારે ચાંદીના ભાવમાં બપોર સુધીમાં કોઇ ખાસ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો) ના ભાવ ૯૮,૦૦૦ રૂા. હતા. (૪.૩૦)

(2:59 PM IST)