<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

લોકસભામાં આજે નવો આવકવેરા ખરડો રજૂ થશેઃ મણીપુર અંગે હંગામો?

‘ડાયરેકટ ટેક્‍સ કોડ' નામથી

કેન્‍દ્રની એનડીએ સરકાર આજે સંસદમાં નવો આવકવેરા ખરડો ‘ડાયરેકટ ટેક્‍સ કોડ'ના નામથી રજૂ કરી શકે છે જે દેશમાં ટેક્‍સ સુધારણાની દિશામાં એક મોટું કદમ સાબિત થશે. સંસદના બંને સદનમાં મણીપુરના મુખ્‍યમંત્રીનું રાજીનામુ અને અમેરીકામાંથી હાંકી કઢાયેલા ભારતીયોને હાથકડી પહેરાવવા સહિતના દુર્વ્‍યવહાર બાબતે હંગામો ચાલુ રહેવાની શકયતા છે. રાજયસભામાં મહાકુંભમાં સર્જાયેલ ભાગદોડ અંગે પણ પ્રશ્ન ઉઠાવાય તેવી સંભાવના : ૬૩ વર્ષથી કાર્યરત હાલનો ઈન્‍કમટેકસ અધિનિયમ સમય જતા ખૂબ જટીલ થઈ ગયો છે. રીટર્ન ભરવાનું એક ચેલેન્‍જ જેવુ થઈ ગયુ છે. આ બધુ સમાપ્‍ત કરવા અને સરળતા લાવવા નવો આવકવેરા ખરડો આવી રહ્યો છે.

સરકાર ઈચ્‍છે છે કે સામાન્‍ય કરદાતાને રીટર્ન ફાઈલ કરતી વેળાએ હવે સી.એ. પાસે ભાગતા જવુ ન પડે પોતે જાતે આઈટી રીટર્ન ફાઈલ કરી શકે એટલી સરળતા લાવવામાં આવી રહી છે.

૪ મુખ્‍ય બદલાવમાં પ્રથમ તો આ કાયદાને ખૂબ જ સરળ ભાષામાં લખવામાં આવશે.

બીજા બદલાવમાં અનાવશ્‍યક અને ગૈરજરૂરી શબ્‍દોને ડીલીટ કરી નખાશે. ત્રીજા ફેરફારમાં ટેક્‍સ અંગેના વિવાદોને કોઇપણ ભોગે ઘટાડી દેવામાં આવશે. અને ચોથા મુખ્‍ય બદલાવમાં ટેક્‍સ ભરનારાઓ માટે અનુપાલનને સરળ બનાવવામાં આવશે. અત્‍યાર સુધીની સરકારની નીતિ જોતા આવકવેરાના દરોમાં કોઈ બદલાવ આવશે નહિં.

(3:13 PM IST)