<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

હરિયાણા અને મહારાષ્‍ટ્રની જેમ ભાજપની દિલ્‍હીની જીતમાં પણ RSSએ ભજવ્‍યો મહત્ત્વનો ભાગ

RSSએ ચૂપચાપ મતદાર જાગૃતિ અભિયાન ચલાવ્‍યું હતું

નવી દિલ્‍હી,તા.૧૦: ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્‍હીમાં ૨૭ વર્ષ પછી વિધાનસભાની ૭૦માંથી ૪૮ બેઠક મેળવીને ઐતિહાસિક વિજય મેળવ્‍યો છે. આ મોટી સફળતામાં BJPના નેતા અને કાર્યકરો ઉપરાંત રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (RSS)એ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાઈ આવ્‍યું છે. જેમાં સફાઈ, પાણીની સપ્‍લાય, આરોગ્‍ય, વાયુ-પ્રદૂષણ અને યમુના નદીની સફાઈ જેવા દિલ્‍હીના મહત્ત્વના મુદ્દે મતદારો સાથે ચર્ચા કરવા માટે અનેક ડ્રૉઇંગ રૂમ-બેઠકો કરવામાં આવી હતી. હરિયાણા અને મહારાષ્‍ટ્રમાં પણ BJPએ આવી જ રીતે હજારો નાની-નાની બેઠકો કરીને મતદારોને પોતાની તરફ કરીને BJPને વિજયી બનાવી હતી. BJPના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે. પી. નડ્ડાએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્‍યાન કહ્યું હતું કે શરૂઆતમાં BJPને RSSની જરૂર હતી, પણ હવે પાર્ટી પોતાની રીતે ચલાવવામાં સક્ષમ થઈ ગઈ છે. જે. પી. નડ્ડાના આ નિવેદનથી RSSના કાર્યકરોમાં નારાજીગી જોવા મળી હતી, જેને પગલે લોકસભાની ચૂંટણીમાં BJPને પછડાટ મળી હતી. BJPએ આ ભૂલ સુધારી લીધી છે. હરિયાણા અને મહારાષ્‍ટ્રમાં સ્‍થાનિક સ્‍તરે મતદારો સાથે ચર્ચા કરવા માટે અનેક બેઠકો યોજીને RSSએ BJPને વિજય અપાવ્‍યો હતો. દિલ્‍હીમાં પણ આવી જ રીતે છૂપી મદદ કરવાથી BJPએ લગાવી જીતની હૅટ-ટ્રિક. RSSનાં સૂત્રોના જણાવ્‍યા મુજબ મતદારો સાથેની બેઠકોમાં આમ આદમી પાર્ટી (AAP)ના શાસન મૉડલની સરખામણી BJP સાથે કરવામાં આવી હતી. સ્‍વયંસેવકોએ AAPની સામેના ભ્રષ્ટાચારના આરોપ અને અરવિંદ કેજરીવાલના નેતળત્‍વવાળી પાર્ટીનાં અધૂરા વચન ઉપરાંત દિલ્‍હીમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓના મુદ્દે ચર્ચા કરી હતી. મતદારો સાથેની બેઠકમાં સ્‍વયંસેવક લોકોને પ્રભાવિત કરતા મુદ્દે જ વાત કરે છે. સ્‍પષ્ટ રીતે અમે કોઈ પક્ષને મત આપવાનું નથી કહેતા, લોકોને જાગળત કરીએ છીએ. જે લોકો મતદાન નથી કરતા તેમને એક જવાબદાર સરકાર ચૂંટવા માટે મત આપવા પ્રેરિત કરીએ છીએ. આ અભિયાન મતદાનના એક મહિના પહેલાં શરૂ કરવામાં આવ્‍યું હતું. આમ તો દરેક વર્ગના મતદારો સાથે ચર્ચા કરવામાં આવી, પણ મુખ્‍યત્‍વે સ્‍લમ અને ગેરકાયદે કૉલોનીમાં રહેતા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્‍યા હતા જેઓ પારંપરિક રીતે AAPનો મજબૂત આધાર રહ્યા છે.'

(3:14 PM IST)