<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ઇતિહાસમાં પહેલવાર ફેબ્રુઆરીમા પણ ખુલ્લો છે જોજીલા પાસ

હવામાનના કારણે કે પછી સરકારી પ્રયાસોનું પરિણામ

જમ્‍મુઃ ઇતિહાસમાં પહેલીવાર હવામાનની આંખ મિચૌલીનું એ પરિણામ છે કે કાશ્‍મીરને લદાખ સાથે જોડનાર જોજીલા પાસ આ વખતે ફેબ્રુઆરીમાં પણ હજુ સુધી ખુલ્લો છે.

માહિતી માટે જણાવી દઇએ કે, જોજીલા પાસ લદાખને કાશ્‍મીર અને તેનાથી આગળ જોડનાર એક મહત્‍વપુર્ણ  પર્વતીય પાસ છે, જે ૧૧પ૭પ ફુટની ઉંચાઇએ આવેલ છે. અને આને ઐતિહાસીક ઉપલબ્‍ધિ કહીએ કે પછી હવામાનના ફેરફાર, આ વિસ્‍તારની બેહદ કઠોર ઠંડીની પરિસ્‍થિતીઓ છતા પહેલીવાર તે ફેબ્રુઆરી દરમ્‍યાન પણ ખુલ્લો છે.

આ ઉલ્લેખનિય ઉપલબ્‍ધિનું શ્રેય સ્‍થાનિક પ્રશાસન, જીલ્લાધિકારીઓ, સીમા સડક સંગઠન અને ભારતીય સેનાના અથાક પ્રયાસોને મળે છે. જેમણે શુન્‍યથી નીચેના તાપમાન અને પડકારરૂપ હવામાન વચ્‍ચે પણ કામકર્યુ છે.

જોજીલા પાસ કાશ્‍મીર અને લદાખ વચ્‍ચેનો એક જરૂરી સંપર્ક છે. સરક્ષણ, વેપાર નાગરિક અવર-જવર અને પર્યટન માટે મહત્‍વપુર્ણ છે. તે નયંત્રણ રેખા અને વાસ્‍તવિક નિયંત્રણ રેખા નજીક સૈન્‍ય પરિવહનની સુવિધા આપે છે અને લદાખમાં મહત્‍વની ચીજો પહોંચાડે છે.

એ પણ સત્‍ય છે કે ઝેડ મોડ સુરંગ સહિત હાલના વિકાસે આ વિસ્‍તારમાં પહોંચ વધારી દીધી છે. ઝેડ મોડ સુરંગ જમ્‍મુ -કાશ્‍મીરમાં એક ગેમ ચેન્‍જીંગ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પરિયોજના છે. શ્રી નગર-લેહ નેશનલ હાઇ-વે પર રૂપિયા ર૪૦૦ કરોડના ખર્ચે ૬.પ કિલોમીટર લાંબી આ બેલેનવાળી સુરંગ ગગનગીરને સોનમર્ગ સાથે જોડે છે. જેના લીધે આ હીલ સ્‍ટેશન સુધી આખુ વર્ષ જઇ શકાય છે. જે પહેલા હિમસ્‍ખલનના કારણે શિયાળામાં બંધ થઇ જતી હતી

(3:32 PM IST)