<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભ સંગમમાં લગાવી પવિત્ર ડુબકી

રાજ્‍યપાલ આનંદીબેન પટેલ અને CM યોગી રહ્યાં હાજર : ગંગા પુજા કરીને આરતી કરવામાં આવી : અક્ષયવત અને લાટ હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા કરી

નવી  દિલ્‍હી, તા.૧૦: રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભ સંગમમાં પહોંચીને પવિત્ર ડુબકી લગાવી હતી. રાષ્‍ટ્રપતિ મહાકુંભ પહોંચ્‍યા હતા. અહીં તેમને સંગમમાં ૩ ડુબકી લગાવી હતી.  સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી. તાાન કરતા પહેલા માતા ગંગાને ફૂલો ચઢાવવામાં આવ્‍યા હતા. આ પછી, ગંગા પૂજા અને આરતી કરવામાં આવી હતી. રાષ્‍ટ્રપતિ અક્ષયવત અને લાટ હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા કરી.રાષ્‍ટ્રપતિની સાથે ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ અને રાજ્‍યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં હતા.

રાષ્‍ટ્રપતિનું હેલિકોપ્‍ટર સવારે સાડા ૯ વાગ્‍યે બમરૌલી એરપોર્ટ પર લેન્‍ડ થયું હતું. અહીં રાજ્‍યપાલ આનંદીબેન પટેલ અને મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે સ્‍વાગત કર્યું હતું. ત્‍યાંથી તે અરૈલ પહોંચ્‍યા હતા અને પછી બોટથી સંગમમાં પહોંચીને તાાન કર્યું હતું. રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાંજે ચાર વાગ્‍યા સુધી પ્રયાગરાજમાં રહેશે. દ્રૌપદી મુર્મૂ દેશના બીજા રાષ્‍ટ્રપતિ છે જેમને મહાકુંભમાં તાાન કર્યું છે. આ પહેલા ૧૯૫૪માં દેશના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડૉ. રાજેન્‍દ્ર પ્રસાદે પણ મહાકુંભમાં તાાન કર્યું હતું.(૨૩.૨૧)

(3:32 PM IST)