તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 10th February 2025
વિઝાની તકલીફો હોવાથી ટ્રમ્પ પ્રિન્સ હેરીને કરશે દેશ નિકાલ?
જાણો અમેરીકન રાષ્ટ્રપતિએ શું કહયું ?

વોશીંગ્ટનઃ શુક્રવારે ધ ન્યુયોર્ક પોસ્ટ સાથેના એક ઇન્ટરવ્યુંમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યુ કે તેઓ બ્રિટીશ શાહી પરીવારના સભ્ય પ્રિન્સ હેરી સામે કાર્યવાહી નથી કરવા માંગતા. પ્રિન્સ હેરી પોતાની પત્ની મેધન માર્કલ સાથે જાન્યુઆરી ર૦ર૦માં રાજવી પરીવાર છોડીને મેધનના વતન દક્ષીણ કેલીફોર્નીયા ગયા હતાં.
ન્યુયોર્ક પોસ્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ટાંકીને કહયું કે હું એવુ કરવા નથી માંગતો હું તેને છોડી દઇશ તેની તેની પત્ની સાથે ઘણી સમસ્યા છે જે ભયંકર છે.
રીપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે હેરીના વિઝાને લગતા કાનુની પડકારો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. હેરીટેજ ફાઉન્ડેશન દ્વારા હેરીના વિઝા અરજી પ્રક્રિયા દરમ્યાન ભુતકાળમાં તેના દ્વારા ગેરકાયદે ડ્રગના ઉપયોગનો ખુલાસો કરવામાં તેની નિષ્ફળતા અંગે ચિંતા વ્યકત કરાઇ છે.
પ્રિન્સ હેરી અને તેની પત્ની મેધન માર્કલે લાંબા સમયથી ટ્રમ્પના ટીકાકારો રહયાં છે. મેધન માર્કલે પોતાના અગાઉના જાહેર નિવેદનોમાં ટ્રમ્પને વિભાજનકારી અનેસ્ત્રી વિરોધી ગણાવ્યા હતાં. તો ટ્રમ્પ પણ નિયમીત રીતે હેરીનો ઉપહાસ કરતા રહયાં છે. તેમણે કહયું હતુ કે રાજકુમાર હેરીને મેધન દ્વારા ચાબુક મારવામાં આવે છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહયું હતુ મને લાગે છે કે બિચારા હેરીને નાક પર ચલાવવામાં આવી રહયો છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
