તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 10th February 2025
સરેરાશ થી વધારે તાપમાન કાશ્મીરમાં બાગાયત ખેતી માટે જોખમરૂપ
ઉષ્ણતાતાપમાન સરેરશથી ઉંચુ રહેવા નિષ્ણાતોએ ચેતવણી આપી

જમ્મુઃ જાન્યુઆરીમાં કાશ્મીરમાં ઉષ્ણતામાન સરેરાશથી ૬ ડીગ્રી વધારે રહયું અને ફેબ્રુઆરીમાં પણ એ જ સ્થિતિ છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે છોડના અંકુરિત થયા પછી એક પણ વરસાદ બાગાયત ખેતી માટે આપત્તિનું કારણ બની શકે છે કેમ કે ઠંડીની સીઝન પહેલા જ પુરી થઇ ચૂકી છે. પત્રકારો સાથે વાત કરતાં કાશ્મીર યુનિવર્સિટીના વનસ્પતિ વિભાગના એક જુનિયર સાયન્ટીસ્ટ અખ્તર મલિકે પાછલા દાયકામાં પ્રારંપરિક ચિલ્લ્ઇ કલાં સમયગાળામાં એક ઉલ્લેખનિય ફેરફાર અંગે જણાવ્યું ૪૦ દિવસના આ સમયગાળામાં દિવસનું સરેરાશ તાપમાન ૪-પ ડીગ્રી સેલ્સીયસ વચ્ચે રહેતું હતું હવે તેમાં વધારો જોવા મળી રહયો છે. તાજેતરના વર્ષોમાં આ જાન્યુઆરીમાં તાપમાન સરેરાશ ૮-૧ર ડીગ્રી સેલ્સીયસ રહયું છે. આ ફેરફારના કારણે ઘણાં છોડની પ્રજાપતિઓમાં સમય પહેલા અંકુરણ થયું છે.
મલિકે જણાવ્યું કે ગરમ પરિસ્થિતીઓના કારણે કળીઓ જલ્દી બની રહી છે. ફલોરોબેડ, જે સામાન્ય રીતે વસંતમાં વિકસે અનેખીલે છે, હવે જાન્યુઆરીની શરૂઆતમાં જ ખીલવાનું શરૂ થઇ જાય છે. યેરિકોમ, ચુલગીકોમચુટમ અને તેના જેવા અન્ય છોડ જલ્દી ફુલ ખીલાવી રહયા છે.
ઐતિહાસીક રીતે, આ છોડ ફેબ્રુઆરીના અંતમા઼ ખીલતા હતા પણ જે વર્ષે બહુ ઓછી અથવા બિલકુલ હિમવર્ષા નથી થઇ, તે ૧ર જાન્યુઆરીના અસપાસ ખીલવા લાગ્યા હતા. આ વર્ષ તો તાપમાન ૧૦ જાન્યુઆરીએ ૧૦-૧ર ડીગ્રી સુધી પહોંચી ગયું જે સરેરાશથી લગભગ ૬ ડીગ્રી વધારે છે.
નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આ વધતું તાપમાન અને છોડનુ જલ્દી ખીલવું બોર, ખુબાની, ચેરી, નાશપત્તી અને સફરજન જેવા બાગાયતી પાક પર નકારાત્મક અસર કરશે. તેમણે જણાવ્યું કે સતત ગરમીથી તેઓ સામાન્યથી વહેલા અંકુરીત થશે. ગરમ તાપમાન સાથે જલ્દી ફુલ આવવાના પરિણામ ગંભીર હોઇ શકે છે. બાષ્પીકરણમાં વધારો, ત્યાર પછી અચાનક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ થવાથી ઉંચા વિસ્તારો અને નીચેના મેદાની વિસ્તારોમાં હિમવર્ષા લાવી શકે છે. ફુલ આવ્યા પછી જો હિમવર્ષા થાય તો ફુલો ખરી શકે છે અને પાક નિષ્ફળ જવાનું જોખમ ઉભું થાય છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
