News of Monday, 10th February 2025
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક વર્ષમાં આતંકીઓને સીમ કાર્ડ આપનાર ૩૦ લોકોની ધરપકડ
આવનાર દિવસોમાં ચેકીંગ સહિતની કાર્યવાહી પોલીસ વધુ કડક કરશે

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા.૧૦: જમ્મુ-કાશ્મીરમાં પોલીસે આંતકીઓને સીમ કાર્ડ દેવાના આરોપમાં ૩૦ લોકોની ધરપકડ કરી છે. ઉપરાંત આવનાર દિવસોમાં દુરૂપયોગ વિરૂધ્ધ કાર્યવાહી કડક કરાશે. પોલીસ મજુજબ ગત એક વર્ષમાં ૩૦ લોકોની ધરપકડ કરાઇ છે.
ઉપરાંત પોલીસે નાગરીકોને તેમના નામ પર લેવામાં આવેલ સીમકાર્ડ અંગે સાવધાની રાખવા પણ જણાવ્યુ છે. આતંકવાદ અથવા સંગઠીત અપરાધ માટે સીમકાર્ડનો ઉપયોગ થશે તો જે - તે વ્યકિતને કડક કાયદાકીય પરિણામ ભોગવવા પડશે.પોલીસે આતંકીયો અને અપરાધિક તત્વો દ્વારા સીમકાર્ડના દુરૂપયોગ રોકવા માટે સીમકાર્ડ વેચાણકારોને ત્યાં ગ્રાહકોના કેવાયસીના માપદંડોનું કડકાઇથી અનુપાલન સુનિશ્ચિત કરવા શ્રીનગર, ગંદરબલ, અનંતનાગ, બડગામ, પુલવામાં, શોપીયા, બાંદીપોરા, સાંબા અને કિશીવાડ સહિત ઘણા જીલ્લાઓમાં વ્યાપક તપાસ કરાઇ રહી છે.પોલીસ સાર્વજનીક સુરક્ષા માટે પ્રતિબધ્ધ છે અને રાષ્ટ્ર વિરોધી અને અપરાધિક તત્વો દ્વારા સંચાર નેટવર્કના દુરૂપયોગ રોકવા માટે પ્રવર્તન ઉપાય ચાલુ રખાશે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
