તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 10th February 2025
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ માંથી ૩૧ ધારાસભ્યો સામે આપરાધિક કેસ
ભાજપના ૪૮ ધારાસભ્યો માંથી ૧૬ અને આપ ના ૨૨ ધારાસભ્યોમાંથી ૧૫ સામે કેસ

નવીદિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ બેઠકોમાંથી ૩૧ બેઠક ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો સામે અપરાધિક કેસો ચાલી રહ્યા છે. ચૂંટણી અધિકાર એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રીફૉમ્સૅ અનુસાર ગયા ટર્મ (સંખ્યા ૪૩) ની સરખામણીમાં આ વખતે ૭૦ બેઠકોમાંથી ૩૧ બેઠકો પરથી ચૂટાયેલા ધારાસભ્યો ઓછા છે, જેમની વિરુદ્ધ અપરાધિક ઓછા નોંધાયેલા છે. પાર્ટીના હિસાબે જોવામાં આવે તો, ભાજપના ૪૮ ધારાસભ્યો માંથી ૧૬ અને આપ ના ૨૨ ધારાસભ્યોમાંથી ૧૫ સામે કેસ ચાલે છે. તેમાં ભાજપના ૭ ધારાસભ્યો અને આપ ના ૧૦ ધારાસભ્યો ગંભીર અપરાધિક કેસનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર વિધાનસભાની ચૂંટણી લડનાર કુલ ૬૯૯ ઉમેદવારોના સોગંદનામાં જોતા એવું જોવા મળી રહ્યું છે કે, ગંભીર આપરાધિક બાબતો વાળા વિજયી ઉમેદવારોની સંખ્યા પણ ચિંતાનો વિષય છે. રિપોર્ટમાં એવું પણ જોવા મળ્યું છે કે, ૧૭ નવા ચૂંટાયેલા ધારાસભ્યો સામે પણ ગંભીર અપરાધિક કેસો ચાલી રહ્યા છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
