News of Monday, 10th February 2025
ભાજપે અનિલ વિજને ફટકારી કારણ બતાવો નોટિસ : સીએમ નાયબ સૈની અને મોહનલાલ બડોલી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી
તેમના નિવેદન પક્ષની નીતિ અને આંતરિક શિસ્તની વિરુદ્ધ : પાર્ટીએ કેબિનેટ મંત્રીને ત્રણ દિવસમાં જવાબ આપવા કહ્યું છે.

પંચકુલા. પાર્ટીએ હરિયાણાના પરિવહન મંત્રી અનિજ વિજને કારણ બતાવો નોટિસ જારી કરી છે. હરિયાણા બીજેપીએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની વિરુદ્ધ નિવેદનોને લઈને નોટિસ જાહેર કરી છે. પાર્ટીએ કેબિનેટ મંત્રીને ત્રણ દિવસમાં જવાબ આપવા કહ્યું છે.
હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીએ આ નોટિસ જારી કરી છે. તેમાં લખ્યું છે કે તમે તાજેતરમાં પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદ વિરુદ્ધ જાહેર નિવેદનો આપ્યા છે. આ ગંભીર આરોપ છે અને તે પક્ષની નીતિ અને આંતરિક શિસ્તની વિરુદ્ધ છે.
તમારું આ પગલું માત્ર પાર્ટીની વિચારધારા વિરુદ્ધ નથી, પરંતુ તે એવા સમયે પણ બન્યું છે જ્યારે પાર્ટી પાડોશી રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહી હતી. ચૂંટણી સમયે આદરણીય મંત્રી પદ સંભાળતા, તમે જાણતા હોવા છતાં આ નિવેદનો કર્યા છે કે આવા નિવેદનોથી પક્ષની છબીને નુકસાન થશે અને તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચના મુજબ તમને આ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી રહી છે. અમે આશા રાખીએ છીએ કે તમે ત્રણ દિવસમાં આ બાબતે લેખિત સ્પષ્ટતા કરશો.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
