<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ગ્વાટેમાલામાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો: પુલ પરથી બસ પડી જવાથી 51 લોકોના મોત

બસ પ્રોગ્રેસોથી રાજધાની તરફ આવતી હતી ત્યારે વાહન અકસ્માતને કારણે બસ પુલ પરથી પડી ગઈ:અકસ્માતમાં અન્ય 15 લોકો ગંભીર રીતે ઘાયલ

ગ્વાટેમાલામાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. પુલ પરથી બસ પડી જવાથી 51 લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે.

ગ્વાટેમાલાની રાજધાનીની બહાર સવારે એક બસ પુલ પરથી પડી ગઈ, જેમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા. ફાયર વિભાગના પ્રવક્તા એડવિન વિલાગ્રાને જણાવ્યું હતું કે વાહન અકસ્માતને કારણે બસ પુલ પરથી પડી ગઈ હતી. આ અકસ્માતમાં અન્ય 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ પ્રોગ્રેસોથી રાજધાની તરફ આવી રહી હતી. એક ફાયર ફાઇટરે જણાવ્યું કે મૃતકોમાં બાળકો પણ સામેલ છે. રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત કરી.

(10:16 PM IST)