<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની ડાયરામાં અચાનક તબિયત લથડી: અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ

કડીના ઝુલાસણ ગામમાં એક પ્રોગ્રામમાં હતા ત્યારે ચાલું ડાયરામાં અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા

અમદાવાદ: લોકસાહિત્યકાર અને ડાયરામાં લોકોને પેટ પકડીને હસાવતા કલાકાર માયા ભાઈ આહિરબી ડાયરામાં અચાનક તબિયત ખરાબ થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના ત્યારે બની હતી, જ્યારે માયાભાઈ આહિર આજે કડીના ઝુલાસણ ગામમાં એક પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા, તે દરમ્યાન ચાલું ડાયરામાં અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે ગુજરાતમાં ડાયરાની ઠેર ઠેર રમઝટ બોલાવતા કલાકાર માયાભાઈ આહિર તાજેતરમાં ખૂબ ચર્ચામાં આવ્યા હતા. ચર્ચામાં આવવા પાછળ તેમના દીકરાના લગ્ન હતા. માયાભાઈ આહિરના નાના દીકરી જયરાજના લગ્નમાં રાજકીય નેતાઓ, સંગીતની દુનિયાના કલાકારો, ગુજરાતના ગાયક કલાકારોથી લઈને અનેક મોટી હસ્તીઓ આ લગ્ન પ્રસંગમાં જોડાયા હતા. માયા ભાઈના દીકરાના લગ્નમાં માયાભાઈ ખુદ મન મુકીને દીકરાનો પ્રસંગ એન્જોય કર્યો હતો. જેના અનેક વીડિયો અને તસવીરો આપને તાજેતરમાં પણ સોશિયલ મીડિયા પર મળી જશે.

થોડા સમય પહેલા લોકપ્રિય લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના નાના પુત્ર જયરાજ આતા આહીરના લગ્ન ધામધૂમથી થયા હતા. આ રજવાડી સ્ટાઈલામાં ભવ્ય રીતે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમા ગુજરાતની અનેક હસ્તીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. હેલિકોપ્ટરમાં જાન લઈને જતા આખું ગામ જોવા માટે ટોળે વળ્યું હતું. વળી સાંજે ફુલેકું પણ એટલું ભવ્ય નીકળ્યું હતું

(11:53 PM IST)