<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

એક મહિલાને બે-બે પતિ, પહેલા પતિએ કહ્યું તું મારી નહીં તો કોઈની નહીં :બઘડાટી બોલાવી

યૂપીનો વિચિત્ર કિસ્‍સો :એક મહિલાના બે સાસરિયા છે, એક દિવસ એક સાસરિયા પક્ષ બીજાને ત્‍યાં પહોંચી ગયા અને પોતાની વહુને લઈ જવાની જિદ કરી

આગરા,તા.૧૧: ઉત્તર પ્રદેશના આગરામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક મહિલાના બે સાસરિયા છે. એક દિવસ એક સાસરિયા પક્ષ બીજાને ત્‍યાં પહોંચી ગયા અને પોતાની વહુને લઈ જવાની જિદ કરી. પછી તો શું બંને સાસરિયા પક્ષ વચ્‍ચે ખૂબ મારામારી થઈ. મામલો પોલીસ સ્‍ટેશન સુધી પહોંચી ગયો. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

આ ઘટના બાહ વિસ્‍તારના બાગના જૂના ગામની છે. અહીં એક મહિલા રાજીખુશીથી પોતાના સાસરિયામાં રહેતી હતી. ત્‍યારે તેની પહેલી સાસરીવાળા લોકો આવી પહોંચ્‍યા. હુમલાખોર મહિલાને જબરદસ્‍તી પોતાની સાથે લઈ જવા માગતા હતા.ત્‍યારે તેના પહેલા સાસરિયાવાળાઓએ રોકયા તો દબંગાઈ કરી મારપીટ શરૂ કરી દીધી.આ ઘટનાથી સમગ્ર વિસ્‍તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

હકીકતમાં જોઈએ તો, પીડિત રવિનાના પહેલા લગ્ન મધ્‍ય પ્રદેશના જયસિંહના જૂના ગામમાં થયા હતા. સાસરિયામાં તેની સાથે મારપીટ અને ઉત્‍પીડન કરવામાં આવતું હતું. તેનાથી કંટાળીને તે પોતાના પિતાના ઘરે રહેવા લાગી હતી. બે વર્ષ પહેલા રવિનાએ પતિથી છૂટાછેડા લીધા હતા. ત્‍યારબાદ રવિનાના પિતા અને ભાઈઓએ તેના બીજા લગ્ન બાગના જૂના ગામના રહેવાસી રમાશંકર સાથે કરાવી દીધા. રવિના હવે બાગના પુરામાં પોતાના પતિ રમાશંકરના ઘરે રાજીખુશીથી રહેતી હતી. એ જ સમયે તેની હસતી રમતી જિંદગીમાં પહેલા સાસરિયાવાળા આવી પહોંચ્‍યા.

તાજેતરમાં રવિનાના પહેલા સાસરિયાવાળા ચાર-પાંચ લોકો લઈને બીજા સાસરિયાવાળાને ત્‍યાં આવી પહોંચ્‍યા. અહીં પંચાયત બોલાવી અને રવિનાને પોતાની સાથે લઈ જવાની જિદ કરવા લાગ્‍યા. જ્‍યારે મહિલાએ જવાની ના પાડી દીધી. તેના પર પહેલી સાસરીવાળા દબંગાઈ પર ઉતરી આવ્‍યા.

પોલીસને જ્‍યારે આ ઘટનાની જાણકારી આપવામાં આવી તો તપાસ શરૂ કરી દીધી. હુમલાખોર મધ્‍ય પ્રદેશના સરહદી વિસ્‍તારના ગામડાના હોવાનું કહેવાય છે. પોલીસ આરોપીઓને પકડવા માટે ગાડીઓ દોડાવી છે.(૪૦.૨)

(10:20 AM IST)