News of Tuesday, 11th February 2025
રેલવે કર્મચારીઓએ લીલીઝંડી આપીને તેને રવાના પણ કરી દીધી
૧૪૭ કિ.મી. ખોટા ટ્રેક પર દોડી ડબલ ડેકર ટ્રેન :૧૮ સ્ટેશનેથી પસાર થઈ સદનસીબે ટ્રેક પર મોટી દુર્ઘટના ટળી ગઈ, નહીંતર કંઈક અનિચ્છનીય બનવાની શકયતા હતી

પાંડવા,તા.૧૧: સેન્ટ્રલ રેલવેના ખંડવા રેલવે સ્ટેશન પર રવિવારે એક ડબલ ડેકર ટ્રેન એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા માંડ-માંડ બચી ગઈ. હકીકતમાં રસ્તો ભટકી જઈને ડબલ ડેકર ટ્રેન ખોટા ટ્રેક પર દોડી રહી હતી. નવાઈની વાત એ હતી કે કુલ ૧૪૭ કિલોમીટરના અંતર સુધી ખોટા ટ્રેક પર દોડતી ટ્રેનને ૧૮ સ્ટેશનો પર તહેનાત રેલવે કર્મચારીઓએ લીલી ઝંડી આપીને તેને રવાના પણ કરી દીધી.
સેન્ટ્રલ રેલવેના ખંડવા સ્ટેશનથી રવાના થયેલી ડબલ-ડેકર માલગાડી રવિવારે ખોટા રસ્તે ભટકી ગઈ અને કુલ ૧૪૭ કિમી ખોટા ટ્રેક પર દોડ્યા બાદ ખંડવા યાર્ડ સુધી પહોંચી ગઈ. આ દરમિયાન માલગાડી ૧૮ સ્ટેશનો પરથી પસાર થઈ પરંતુ કોઈએ એ નોટિસ ન કર્યું કે, તે ખોટા ટ્રેક પર ચાલી રહી છે અને તેને રવાના પણ કરી દીધી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંડવા રેલવે સ્ટેશનથી નીકળેલી ડબલ-ડેકર માલગાડી થોડું અંતર કાપ્યા બાદ રસ્તો ભટકી ગઈ. સદનસીબે ટ્રેક પર મોટી દુર્ઘટના ટળી ગઈ, નહીંતર કંઈક અનિચ્છનીય બનવાની શકયતા હતી. આ ડબલ-ડેકર માલગાડી ભુસાવલ સ્ટેશનથી જ ખોટા ટ્રેક પર દોડતા ૧૪૭ કિમી દૂર ખંડવા યાર્ડ સુધી પહોંચી ગઈ.
નોંધનીય છે કે, માલગાડી માટે રેલવે ટ્રેક પર અલગ ટ્રેક છે. તેમ છતાં આ માલગાડીને ૧૮ રેલવે સ્ટેશનો પરથી લીલી ઝંડી બતાવીને આગળ રવાના કરી દીધી. પરંતુ ખંડવા યાર્ડ પહોંચતા જ ડબલ-ડેકર માલગાડી ત્યાં લાગેલા બ્ણ્ચ્ સાથે અથડાઈ ગઈ, ત્યારબાદ બ્ણ્ચ્માં વીજ પુરવઠો બંધ થઈ ગયો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.
ખંડવા રેલવે સ્ટેશનથી ખંડવા યાર્ડ સુધી કુલ ૧૪૭ કિમી સુધી ખોટા ટ્રેક પર દોડી રહેલી ડબલ-ડેકર ટ્રેન કુલ ૧૮ સ્ટેશનો પરથી પસાર થઈ અને તેને લીલી ઝંડી પણ આપવામાં આવી. રેલવે આ મોટી બેદરકારી અંગે તપાસ કરી રહી છે. મોટી વાત એ છે કે કોઈ કંઈ બોલવા તૈયાર નથી. ૧૪૭ કિમી સુધી ખોટા ટ્રેક પર દોડી રહેલી ડબલ-ડેકરમાં ૨૬૪ લ્શ્સ્ ગાડી રાખવામાં આવી હતી. જો માલગાડી બીજી ટ્રેન સાથે અથડાઈ હોત તો મોટો અકસ્માત થયો હોત, જેના કારણે માલગાડી અને રેલવે બંનેને ભારે નુકસાન થયું હોત. રેલવેએ સખત મહેનત કરીને બ્ણ્ચ્ની હાઇટ વધારીને ખોટા ટ્રેક પર આવેલી માલગાડીને ફરી ભુસાવલ માટે રવાના કરી.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
