તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
સૈફઅલીખાન કે સરકારઃ કોને મળશે ભોપાલ રજવાડાની અબજોની સંપતિ ?
પટૌડી પરિવાર અને ભોપાલ રજવાડાના વારસદાર અભિનેતા સૈફઅલી ખાન અને તેના પરિવારને ૧પ હજાર કરોડની સંપતિ મળશે કે સરકાર પાસે જશે ૧૯૬૬માં ભારત સરકારે શત્રુ સંપતિ અધિનિયમ લાગુ કરેલ જેમાં જે લોકોએ પાકિસ્તાન કે ચીનની નાગરિકતા લીધી હતી તેની ભારતમાં રહેલ સંપતિને શત્રુ સંપતિ જાહેર કરી દેવામાં આવી હતીઃ ર૦૦પ માં સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો કે શત્રુ સંપતિની માલિકી જે તે પરિવાર પાસે જ રહેશે, જો કે પછી સરકારે એક વટહુકમ દ્વારા આ ચુકાદાને ફેરવી નાખ્યો હતો

ભોપાલઃ પટૌડી ખાનદાન અને ભોપાલ રજવાડાના વારસદાર, એકટર સૈફઅલી ખાન અને તેના પરિવારના હાથમાં ૧પ૦૦૦ કરોડ રૂપિયાની સંપતિ આવશે કે સરકાર પાસે જશે આ સવાલ છેલ્લા થોડા દિવસોથી દરેકના મનમાં આવી રહયો છે. ભોપાલનો અમદાવાદ પેલેસ, ફલેગ સ્ટાફ હાઉસ આજે એક મોટા વિવાદનો હિસ્સો બની ગઇ છે. સરકારે આ સંપતિઓને શત્રુ સંપતિ જાહેર કરેલી છે.
સૌથી પહેલા તો એ જાણી લઇએ કે શત્રુ સંપતિ એટલે શું ? વર્ષ ૧૯૬૮માં ભારત સરકારે શત્રુ સંપતિ અધિનિયમ લાગુ કર્યો હતો. જેના હેઠળ જે લોકો પાકિસ્તાન અથવા ચીનની નાગરિકતા લીધી હતી તેની ભારતમાં રહેલ સંપતિને શત્રુ સંપતિ જાહેર કરી દેવાઇ, ર૦૦પમાં સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યો કે શત્રુ સંપતિની માલિકી જે તે પરિવાર પાસે જ રહેશે જો કે પછી સરકારે એક વટહુકમ દ્વારા આ ચૂકાદાને ફેરવી નાખ્યો હતો.
હવે વાત કરીએ, પટૌડી ખાનદાન અને સૈફઅલીખાન પરિવારની જે આ સંપતિ માટે કાયદાકીય લડાઇ લડી રહયો છે. કસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી ઇન ઇન્ડીયા (સીઇપીઆઇ) ના ર૦૧પ ના એક દસ્તાવેજ અનુસાર ભોપાલના નવાબ હમીદુલ્લાહખાનની મોટી આબીદા સુલ્તાન પાકિસ્તાનમાં જતી રહી હતી. કેન્દ્ર સરકારનો દાવો છે કે આબીદા સુલ્તાનના પાકિસ્તાન જવાથી ભોપાલ રજવાડાની સંપતિ શત્રુ સંપતિ અધિનિયમ હેઠળ આવે છે.
આબીદા સુલ્તાન સૈફઅલી ખાન સાજીદા સુલ્તાનની બહેન હતી સરકારના આ દાવા વિરૂધ્ધ સૈફઅલી ખાન અને તેના પરિવારે મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં એક અરજી કરી હતી. હાઇકોર્ટે ર૦ર૪ માં તેના પર ચુકાદો આપતા કહયું કે શત્રુ સંપતિ અંગેના વિવાદો માટે એક અપિલ અઓથોરીટીની રચના કરાઇ છે. સૈફઅલી ખાન અને તેનો પરિવાર આ ઓથોરીટીમાં અરજી કરી શકે છે.
ભોપાલ રજવાડાના અંતિમ નવાબ હમુદુલ્લા ખાન ૧૯ર૬ માં ગાદી પર બેઠા હતા તેમને ત્રણ પુત્રીઓ હતી. આબિદા સુલ્તાન, સાજીદા સુલ્તાન અને રાબીયા સુલ્તાન ૧૯૪૭ માં ભારતના ભાગલા પછી હમુદુલ્લાખાને ભારતમાં જ રહેવાનું નકકી કર્યુ અને તેમની મોટી પુત્રી અબિદા સુલ્તાન તેમના ઉત્તરાધિકારી તરીકે રજીસ્ટર્ડ હતી. પણ ૧૯પ૦ માં આબિદા સુલ્તાન પોતાના પુત્ર શાહીરયાર ખાન સાથે પાકિસ્તાન જતી રહી. આ એજ શહરીયાર ખાન છે જે પછીથી પાકિસ્તાન માં વિદેશ સચિવ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા. આબિદા પાકિસ્તાનમાં ગયા પછી ભારત સરકારે ૧૯૬ર માં સાજીદા સુલ્તાનને ભોપાલ રજવાડાના ઉત્તરાધિકારી જાહેર કરી.
સાજીદા સુલ્તાનની શાદી પટૌડીના નવાબ ઇફતીખાનઅલી ખાન પટૌડી સાથે થઇ હતી. તેમના ત્રણ બાળકો હતા. મન્સુરઅલી ખાન, સાલેહા સુલ્તાન અને સાબીરા સુલ્તાન, ૧૯૯પ માં સાજીદા સુલ્તાનના અવસાન પછી તેમની સંપતિ મુસ્લીમ પર્સનલ લો હેઠળ તેમના સંતાનોમાં વહેચી દેવાઇ, પછી મન્સુરઅલી ખાન પટૌડીએ પોતાના હિસ્સાની સંપતિ પોતાના સંતાનો સૈફઅલી ખાન, સારાઅલી ખાન અને સબા અલીખાનને આપી. આ રીતે સૈફઅલી ખાન અને તેની બહેનો ભોપાલ રજવાડાની સંપતિના વારસ બન્યા.
ભોપાલ નવાબની સંપતિઓમાં ભોપાલનો ફલેગસ્ટાફ હાઉસ અમદાવાદ પેલેસ, નુર ઉસસબા પેલેસ અને લગભગ પ૮૦૦ એકર જમીન સાથે જ ઉપરાંત સિહોર અને રાયસન જીલ્લામાં ૧૪૦૦ એકર જમીન પણ સામેલ છે.
કેન્દ્ર સરકારે ર૦૧પ માં એક પત્ર દ્વારા જણાવ્યું કે ભોપાલ નવાબના મોટી પુત્રી આબિદા સુલ્તાન, જૈ સૈફઅલી ખાનની દાદીની મોટી બહેન થાય તે ૧૯૪૮ માં પાકિસ્તાન જતા રહયા હતા, તેમના પાકિસ્તાન જતા રહેવાથી ભોપાલ નવાબની જે સંપતિ છે તે શત્રુ સંપતિ અધિનિયમ હેઠળ આવે છે. જો ભોપાલ રજવાડાની સંપતી શત્રુ સંપતિ જાહેર થાય તો તેની અસર માત્ર સૈફઅલી ખાન અને તેના પરિવાર પર જ નહીં, ભોપાલના લાખો રહેવાસી પર પણ પડશે. આ સંપતિઓમાં ઘણી સંપતિઓમાં લાખો લોકો વસી રહયા છે. કેટલીય બજાર છે.
સૈફઅલી ખાન અને તેના પરિવારે જાન્યુઆરી ર૦રપ માં ગૃહ મંત્રાલયમાં અરજી કરી છે. પરિવારનો દાવો છે કે આબિદા સુલ્તાને ૧૯પ૦ માં પોતાના પિતાની હયાતીમાં જ ભોપાલ રજવાડા પરના અધિકારો છોડી દીધા હતા એટલે આ સંપતિ શત્રુ સંપતિ ના ગણાય હવે જોવાનું એ છે કે આ અબજો રૂપિયાની સંપતિ બાબતે શું ચૂકાદો આવે છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
