<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

૪૫ કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકીઃ કુલ ૫૫ કરોડ લોકો આવશેં

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાને સમાપ્ત થવામાં માત્ર ૧૫ દિવસ બાકી છે : પવિત્ર શહેરની મુલાકાત લેતા યાત્રાળુઓનો ઉત્‍સાહ અખંડ છે,મહાકુંભ ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના અવસરે છેલ્લા મોટા તાાન સાથે સમાપ્ત થશે

પ્રયાગરાજ, તા.૧૧: મહાકુંભ મેળાને પૂર્ણ થવામાં હવે ફક્‍ત ૧૫ દિવસ બાકી છે, પરંતુ ૧૩ જાન્‍યુઆરીથી આ ભવ્‍ય કાર્યક્રમ શરૂ થયો ત્‍યારથી, ૪૫ કરોડથી વધુ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે. ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે આ માહિતી આપી. તમને જણાવી દઈએ કે મહાકુંભ ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના અવસરે છેલ્લા મોટા તાાન સાથે સમાપ્ત થશે.

રાજ્‍ય સરકારે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે મહાકુંભના અંત સુધીમાં લગભગ ૫૫ કરોડ લોકો પ્રયાગરાજની મુલાકાત લે તેવી અપેક્ષા છે. મકરસંક્રાંતિ, મૌની અમાવસ્‍યા અને વસંત પંચમીના ત્રણ મહત્‍વપૂર્ણ અમળત તાાન પછી પણ, પવિત્ર શહેરની મુલાકાત લેતા યાત્રાળુઓનો ઉત્‍સાહ અખંડ છે.મંગળવારે સવારે ૧૦ વાગ્‍યા સુધીમાં, ૭૪.૯૬ લાખ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી. નિવેદન અનુસાર, મૌની અમાવસ્‍યા પર ભક્‍તોની અત્‍યાર સુધીની સૌથી વધુ ભીડ જોવા મળી હતી કારણ કે તે દિવસે ૮ કરોડ લોકોએ તાાન કર્યું હતું. દરમિયાન, મકરસંક્રાંતિના દિવસે ૩.૫ કરોડ લોકોએ અમળત તાાન કર્યું અને વસંત પંચમીના દિવસે ૨.૫૭ કરોડ ભક્‍તોએ તાાન કર્યું.રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી, ગળહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના અગ્રણી રાજકીય નેતાઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. દરમિયાન, બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, ઓલિમ્‍પિક મેડલ વિજેતા સાઇના નેહવાલ, ક્રિકેટર સુરેશ રૈના અને કુસ્‍તીબાજ ખલી સહિત અનેક અગ્રણી હસ્‍તીઓએ મહાકુંભમાં હાજરી આપી હતી.હાલમાં, સંગમ શહેરમાં ભારે ભીડ છે, દરેક જગ્‍યાએ લોકો જોવા મળે છે, શહેરમાં જામ જેવી સ્‍થિતિ છે. આવી સ્‍થિતિમાં, પ્રયાગરાજ કમિશનર વિજય વિશ્વાસ પંત અને ડીઆઈજી અજય પાલ શર્મા ભીડને કાબુમાં લેવા માટે રસ્‍તા પર ઉતરી આવ્‍યા છે. સીએમ યોગી પણ પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે આ અંગે ઉચ્‍ચ અધિકારીઓને સૂચનાઓ આપી છે. પાંચમું અમળત તાાન બુધવારે છે. આ પહેલા ૫૨ નવા  IAS, IPS અને PCS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્‍યા છે.નોંધનીય છે કે સીએમ યોગીએ ગઈકાલે મહાકુંભ અંગે સમીક્ષા બેઠક યોજી હતી અને આ બેઠકમાં તેમણે અધિકારીઓને માઘ પૂર્ણિમાના દિવસે ટ્રાફિક અને ભીડ વ્‍યવસ્‍થાપનના નિયમોનો કડક અમલ કરવા જણાવ્‍યું હતું. રસ્‍તાઓ પર વાહનોની કતારો ન હોવી જોઈએ, કે ટ્રાફિક જામ ન હોવો જોઈએ. આ બેઠક પછી આજે પરિસ્‍થિતિ સામાન્‍ય લાગે છે .

(3:45 PM IST)