<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

૧૭ ફેબ્રુઆરીથી દોડશે કત્રાથી કાશ્‍મીરની ટ્રેન : વડાપ્રધાન મોદી વંદે ભારત ટ્રેનને બતાવશે લીલીઝંડી

ઉધમપુર, શ્રીનગર, બારામુલ્લા, રેલલીંક પરિયોજના મહત્‍વપૂર્ણ માઇલસ્‍ટોન સાબિત

(સુરેશ ડુગ્‍ગર) જમ્‍મુ : ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લા રેલ લીંક (યુએસબીઆરએલ) પરિયોજના એક મહત્‍વપૂર્ણ માઇલસ્‍ટોન સાબિત થવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૧૭ ફેબ્રુઆરીએ કાશ્‍મીર માટેની ટ્રેનનું ઉદઘાટન કરશે. એક અધિકારીએ જણાવ્‍યું કે વડાપ્રધાન જમ્‍મુ ડીવીઝનથી ખાસ રીતે બનાવાયેલ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે.

રેલ્‍વે અધિકારીએ ણાવ્‍યું કે વર્ષોના સમર્પણ, એન્‍જીનીયરીંગની ઉત્‍કૃષ્‍ટતા અને અથાક પ્રયાસો પછી કાશ્‍મીરની રેલ કનેક્‍ટીવીટીનું લાંબા સમયથી જોવાયેલ સ્‍વપ્ન આખરે સાકાર થઇ રહ્યું છે. વંદેભારત ટ્રેન ટુંક સમયમાં જ આ ઐતિહાસીક રૂટ પર ચાલશે.

જણાવી દઇએ કે યુએસબીઆરએલ પરિયોજનાના ભાગરૂપે ભારતીય રેલ્‍વેએ દેશના કેટલાક સૌથી પ્રતિષ્‍ઠીત પુલો પરથી પસાર થઇને કેટલાંક સફળ ટ્રાયલ રન કર્યા છે. તેમાં અંજી ખડ્ડુ પુલ પોતાના ૩૩૧ મીટર ઉંચા સ્‍થંભો સાથે એન્‍જીનીયરીંગની એક ઉલ્લેખનીય ઉપલબ્‍ધિ સાથે ઉભો છે, જ્‍યારે ૩૫૯ મીટર ઉંચો ચિનાબ પૂલ વિશ્‍વનો સૌથી ઉંચો પૂલ હોવાનું ગૌરવ ધરાવે છે, જે એફિલ ટાવરથી પણ ઉંચો છે. આ પુલ ક્ષેત્રીય સંપર્કને તો વધારે જ છે, સાથે જ ભારતની ટેકનીકલ અને અવસંરચનાત્‍મક ક્ષમતાને પણ પ્રદર્શિત કરે છે.

રેલ્‍વે અધિકારી અનુસાર, ટ્રેનને વિશેષરૂપે કત્રા-શ્રીનગર રેલરૂટ પર કાશ્‍મીરની સખત ઠંડી પરિસ્‍થિતીઓમાં કુશળતા પૂર્વક સંચાલીત કરવા માટે ડીઝાઇન કરાઇ છે. તેમણે જણાવ્‍યું કે તેમાં ઉચ્‍ચતમ પર્યાવરણ પ્રતિરોધી ટેગમાર્ગો સામેલ છે, જેમાં હીટીંગ સીસ્‍ટમ સામેલ છે, જે પાણી અને બાયો ટોયલેટ ટેંકોને જામી જતા રોકે છે. આ ઉપરાંત, એર બ્રેકીંગ સીસ્‍ટમને શૂન્‍યથી નીચેના તાપમાનમાં પણ સુચારૂ સંચાલન માટે અનુકુળ બનાવાઇ છે.

રેલ્‍વે અધિકારીનું કહેવુ છે કે વંદેભારત એક્‍સપ્રેસના એન્‍જીનમાં વીન્‍ડશીલ્‍ડમાં એમ્‍બેડેડ હીટીંગ તત્‍વ પણ સામેલ છે, જે ડ્રાઇવરની સામેનાલુકઆઉટ ગ્‍લાસને ઓટોમેટીક રીતે ડીફ્રોસ્‍ટ કરે છે, જેથી વધારે પડતી ઠંડીની સ્‍થિતીમાં સ્‍પષ્‍ટ દ્રશ્‍યતા સુનિヘતિ થાય છે. તેમણે કહ્યું કે આ ખાસ અનુકુલનો ઉપરાંત ટ્રેનમાં બધા માપદંડ અનુસાર વંદેભારત સુવિધાઓ અપાઇ રહી છે, જેમ કે સંપુર્ણ એરકન્‍ડીશન કોચ, ઓટોમેટીક દરવાજા, મોબાઇલ ચાર્જીંગ સોકેટ અને અન્‍ય ઘણું બધું.

(4:13 PM IST)