<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

મહાકુંભમાં અમૃત સ્નાન માટે દેશ વિદેશમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું : હૈયે હૈયું દળાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો

300 કિલોમીટર દૂર આવી રહેલા વાહનોને થંભાવી દેવામાં આવ્યા :જામનગરના કિંજલભાઈ પ્રયાગરાજ પહોંચ્યા

 

ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં માઘપૂર્ણિમા નિમિત્તે અમૃત સ્નાન માટે દેશ વિદેશમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસોથી સંગમ ઘાટે સનાતનનીઓનું ત્રિવેણી સંગમમાં સંગમ થતું જોવા મળી રહ્યું છે અને હૈયે હૈયું દળાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 

   ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તમામ સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને વધુ ભાવિકોની ભીડને પહોંચી વળવા હાલ 300 કિલોમીટર દૂર આવી રહેલા વાહનોને થંભાવી દેવામાં આવ્યા છે. 

  આ ઉપરાંત ટ્રેન વ્યવહાર પણ સમય કરતા વહેલો મોડો થઈ રહ્યો છે. પરંતુ ટ્રેન વ્યવહાર કે અન્ય હવાઈ માર્ગે પરિવહન કરી રહેલી ફ્લાઈટોને રોકવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પ્રયાગરાજના મહાકુંભમાં શ્રદ્ધાથી ભાવિકો સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(8:45 PM IST)