<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

અંબાણી પરિવારની ચાર પેઢીએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ સ્થળે પવિત્ર સ્નાન કર્યું : જુઓ વિડીયો

નિરંજનિ અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી.:અંબાણીએ પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી.

મુકેશ અંબાણીએ આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મુકેશ અંબાણીએ તેમની માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા, તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. તેમની સાથે મુકેશ અંબાણીના સાસુ પૂનમબેન દલાલ અને સાળી મમતાબેન દલાલ પણ હાજર રહ્યા.

અંબાણી પરિવારની ચાર પેઢીએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમસ્થળે લાખો શ્રદ્ધાળુઓ સાથે આ આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો. નિરંજનિ અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી. તે પછી અંબાણીએ પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી. આશ્રમમાં અંબાણી પરિવાર દ્વારા પ્રસાદી અને લાઇફ જૅકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું

 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સાથે પ્રયાગરાજના અરેલ ઘાટ પહોંચ્યા. તેમની સાથે માતા કોકિલાબેન અંબાણી, પુત્રો અનંત અને આકાશ અંબાણી, આકાશના પત્ની શ્લોકા મહેતા અને તેમના બે બાળકો પૃથ્વી અને વેદને પણ કડક સુરક્ષા વચ્ચે અરેલ ઘાટ પર બોટમાં લઈ જવામાં આવ્યા હતા. કોકિલાબેન અંબાણી મહાકુંભમાં ભાગ લેવા માટે તેમની બે પુત્રીઓ સાથે ત્રિવેણી સંગમ પહોંચ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની ‘તીર્થયાત્રી સેવા’ દ્વારા મહાકુંભના શ્રદ્ધાળુઓની સેવા કરી રહી છે. આ સર્વસમાવિષ્ટ પહેલનો ઉદ્દેશ્ય યાત્રીઓની સુખાકારી અને કુંભ મેળાના આ મહાસંગ્રહમાં તેમની યાત્રાને સુગમ બનાવવાનો છે.

‘વી કેર’ ફિલોસોફી અનુસાર, રિલાયન્સ શ્રદ્ધાળુઓ માટે પૌષ્ટિક ભોજન (અન્ન સેવા), વ્યાપક આરોગ્યસુવિધા, સલામત પરિવહન અને કનેક્ટિવિટી સહિતની વિવિધ સેવાઓ પ્રદાન કરી રહી છે. કંપની દ્વારા વધુ સુવિધાઓમાં પવિત્ર નદીમાં સુરક્ષા, આરામદાયક વિશ્રામ ઝોન, સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રશાસન, પોલીસ અને લાઇફગાર્ડ્સ માટે સહાયતાની વ્યવસ્થા સામેલ છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. એક અંદાજ મુજબ મહાકુંભમાં લગભગ 40 કરોડ લોકો ભાગ લે તેવી અપેક્ષા હતી. જો કે હવે આ આંકડો આના કરતા ઘણો ઊંચો જઈ શકે છે. મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો.જે 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

(10:25 PM IST)