News of Tuesday, 11th February 2025
તિરુપતિના લાડુ કેસમાં ઘી ની ભેળસેળ બાબતે ચાર લોકોની ધરપકડ
અદાલતે આ ૪ આરોપીઓને તા.૨૦ ફેબ્રુઆરી સુધી ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

તિરુપતિ: સીબીઆઈ ના નેતૃત્વમાં એક ખાસ તપાસ ટીમે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદના રૂપમાં આપવામાં આવતા પ્રસિધ્ધ તિરુપતિ લાડુમાં (ઘી તેમજ અન્ય રીતે) ભેળસેળ બાબતે ભોલે બાબા ડેયરીના પૂર્વ નિર્દેશક વિપિન જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ વિનય કાંત ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજેશ્વરની ધરપકડ કરવામાં આવી છે, તેમજ તિરુપતિની એક અદાલતે આ ૪ આરોપીઓને તા.૨૦ ફેબ્રુઆરી સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. આ કેસની હકીકત એવી છે કે, સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ પર સીબીઆઈ એ તિરૂપતિ લાડુ બનાવવામાં પશુ વસાના ઉપયોગના આરોપની તપાસ માટે ગયા વર્ષે નવેમ્બરમાં પાંચ સભ્યોની એસઆઇટીની રચના કરવામાં આવી હતી. ટીમમાં સીબીઆઇના બે અધિકારી, આંધ્ર પ્રદેશ પોલીસના બે અધિકારી અને ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માનક પ્રાધિકરણના એક અધિકારી સામેલ હતા.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી અને વાઈએસઆરસીપી ના રાજ્યસભા સાંસદ વાઈવી સુબ્બા રેડ્ડી, જેઓ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ પણ હતા. આ યાચિકાઓ પર સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે તા.૪ ઓક્ટોબરે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે’ લાડુ બનાવવામાં પશુ ચરબીના ઉપયોગના આરોપની તપાસ એસઆઇટી દ્વારા કરવામાં આવશે અને તેની દેખરેખ સીબીઆઈ નિદેશક કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ સપ્ટેમ્બરમાં દાવો કર્યો હતો કે, રાજ્યમાં પાછલી વાઈએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વ વાળી સરકાર દરમિયાન તિરુપતિ લાડું તૈયાર કરવામાં પશુ વસા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી મોટાપાયા પર રાજકીય વિભાગ પેદા થયો હતો. આ આરોપો થી પૂરા દેશમાં ભારે વિવાદ ઉભો થયો હતો.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
