News of Tuesday, 11th February 2025
ડૉક્ટર સ્વચ્છ અક્ષરે લખે : હાઇકોર્ટનો નિર્ણય
કોર્ટે મેડિકલ-લીગલ રિપોર્ટમાં અસ્પષ્ટ અને વાંકા- ચુકા લખાણને લઈને સખત ટીકા કરી

ચંડીગઢ: પંજાબ તેમજ હરિયાણા હાઇકોર્ટે હાલમાં એક નિર્ણયમાં ડોક્ટરોના અસ્પષ્ટ લખાણને ચિંતાજનક બતાવતા, તેમાં સુધારો કરવાને માટે જરૂરી પગલા ભરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે મેડિકલ-લીગલ રિપોર્ટમાં અસ્પષ્ટ અને વાંકા- ચુકા લખાણને લઈને સખત ટીકા કરી છે, અને તેને ટેકનીકી યુગમાં અસ્વીકાર્ય જણાવી છે.
જસ્ટિસ જસ ગુરપ્રીત સિંહ પૂરીએ કહ્યું કે “ અનેક બાબતોમાં જોવા મળ્યું છે કે, મેડિકલ પ્રિસ્ક્રિપ્શન પર લખાણ એવું હોય છે કે, તેને ફક્ત ડોક્ટર / કેમેસ્ટર જ સમજી શકે છે. દર્દીની મેડિકલ હિસ્ટ્રી અને પ્રિસ્ક્રિપ્શન પર લખવામાં આવતી દવાઓની જાણકારી સ્પષ્ટ હોવી જોઈએ, કારણ કે તે વ્યક્તિના મૌલિક અધિકારો સાથે જોડાયેલો વિષય છે.” આ સમસ્યા ફક્ત દર્દીઓ સુધી જ મર્યાદિત નથી, પરંતુ કાયદાની બાબતોમાં પણ મુશ્કેલી ઉત્પન્ન કરે છે. હાઇકોર્ટનો આદેશ દેશમાં લાગુ કરવો જોઈએ. આ આદેશ ફક્ત મેડિકલ જગત માટે ઈશારો કરતું નથી, પરંતુ દર્દીઓના સ્વાસ્થ્યના દ્રૃષ્ટિગત પણ એક મહત્વપુર્ણ સુધારાત્મક પગલું છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
