News of Wednesday, 12th February 2025
મેટાના સુપ્રીમો માર્ક ઝુકરબર્ગને પાકિસ્તાનમાં ફાંસીની સજા આપવાનો પ્રયાસ થયો'તો
ઝુકરબર્ગે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે પોતાનો પાકિસ્તાન જવાનો કોઇ જ પ્લાન નહી હોવાથી આ અંગે કોઇ જ ટેન્શન નથી.

મેટાના સુપ્રીમો માર્ક ઝુકરબર્ગને પાકિસ્તાનમાં ફાંસીની સજા આપવાનો પ્રયાસ થયો હતો, તેવી જાહેરાત ખુદ ઝુકરબર્ગે કરી છે.
ઝુકરબર્ગે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે પોતાનો પાકિસ્તાન જવાનો કોઇ જ પ્લાન નહી હોવાથી આ અંગે કોઇ જ ટેન્શન નથી. જો કે કેસમાં ખરેખર શું ચાલી રહયું છે તે અંગે પોતાને કોઇ જ જાણકારી નથી.
માર્ક ઝુકરબર્ગ જો રોગન સાથે એક પોડકાસ્ટમાં ઇશનિંદા સામગ્રીથી જોડાયેલા કેસ સંદર્ભમાં પાકિસ્તાન તરફથી જે કાનુની પડકાર ઉભા થયા છે તેની વાત કરી રહયા હતા.
ઝુકરબર્ગ કહયું કે અનેક દેશોમાં એવા કાયદાઓ છે જેનાથી અમે સંમત નથી.
કોઇ શખ્સ મને પાકિસ્તાનમાં મુત્યુદંડની સજા માટે પ્રયાસ કરી રહયો હતો. કોઇએ ફેસબુક પર પૈગમ્બર મોહમ્મદ સાહેબનો એક ફોટો શેર કર્યો હતો. શખ્સનું માનવું હતું કે પોતાની સંસ્કૃતિમાં આ ઇશનિંદા છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
