News of Wednesday, 12th February 2025
ગામ લોકોથી કંટાળી દીકરીના પિતા ખુદ જાન લઈને વરરાજાના ઘરે પહોંચી ગયાં
મા વિનાની લાચાર દુલ્હન : અનોખા લગ્ન

મધુબની, તા.૧૨: મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ કે, દુલ્હનના ઘરે વરરાજો જાન લઈને આવતો હોય છે પણ બિહારના મધુબનીના ખજૌલીના કુશમાર ગામમાં લગ્ન પહેલા જ દુલ્હન આખી જાન સાથે વરરાજાના ઘરે આવી ગઈ. આ અજાયબી જોવા માટે ગામના લોકો એકઠા થવા લાગ્યા.
હકીકતમાં જોઈએ તો, મધુબની જિલ્લાના ખજૌલી ગામમાં અહીં લગ્ન પહેલા દુલ્હન વરરાજાના ઘરે જાન લઈને આવી ગઈ હતી. આ જાન જિલ્લા બાબુબરી તાલુકાના બાલાનશેર ગામમાંથી દુલ્હન પરણ્યા વિના પિતા સાથે બેન્ડ-વાજા અને જાન સાથે આવી ગઈ અને હવે તે અહીં વરરાજાના ઘરે દુલ્હન લગ્ન કરશે.
અહીંના લોકો જણાવી રહયા છે કે છોકરી ખૂબ જ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવે છે અને તેની માતાનું નિધન થઈ ગયું છે. ગામલોકો લગ્ન પણ થવા દેતા નથી, એટલા માટે લગ્નના થોડા દિવસ પહેલા જ છોકરી પોતાના સાસરિયામાં આવી ગઈ. ગામના મંદિરમાં ગામના લોકોની મદદથી અહીં ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ લગ્ન કરશે અને પછી અહીં જ રહી જશે.
દુલ્હનની ઉંમર શું છે, એ ન તો દીકરીના પિતા જણાવે છે કે ગામલોકો, કોઈ કંઈ બોલવા તૈયાર નથી. કેમ કે આ વિસ્તાર અતિ પછાત છે, અહીં ભણેલા-ગણેલા લોકો ખૂબ જ ઓછા જોવા મળે છે.
દુલ્હનની ગાડી જેવી ગામમાં એન્ટર થઈ અને વરરાજાના ઘર તરફ ગઈ તો ગામલોકોની ભીડ એકઠી થવા લાગી. દુલ્હનને જોવા માટે લોકોએ પડાપડી કરી. ગામલોકોએ જણાવ્યું કે, આવા સમયે કન્યા પક્ષની મદદ કરવી જોઈએ.
તો વળી લોકો પહેલી વાર આ પ્રકારની ઘટના જોઈને ચોંકી ગયા હતા. જોકે તેનાથી વરરાજાના પરિવારને કોઈ તકલીફ નથી થઈ. પણ એક સવાલ એ થાય છે કે શું આ ઘટનાની જાણ વરરાજાને પરિવારને પહેલાથી હતી કે, ડાયરેક્ટ દુલ્હન જાન લઈને આવી ગઈ, તે જાણવા મળ્યું નથી. હાલમાં તો આખા ગામમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
