News of Wednesday, 12th February 2025
GST દર ઘટી શકે છે...નિર્મલા સીતારમણે આપ્યા સંકેત
રોજિંદા ઉપયોગની વસ્તુઓ પરના GST દરમાં ઘટાડો થવાની અપેક્ષા : GST કાઉન્સિલ હાલમાં GSTદર સ્લેબને સુવ્યવસ્થિત કરવા પર કામ કરી રહી છે

નવી દિલ્હી, તા.૧૨: રોજિંદા ઉપયોગની વસ્તુઓ પરના GST દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. મંગળવારે રાજ્યસભામાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે GSTદરમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી શકાય છે કારણ કે GSTકાઉન્સિલ હાલમાં GST દર સ્લેબને સુવ્યવસ્થિત કરવા પર કામ કરી રહી છે. તળણમૂલ કોંગ્રેસના સાંસદ નદીમુલ હકના પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જીએસટી લાગુ થયા પછી પરોક્ષ કરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જૂની કર પ્રણાલી હેઠળ સરેરાશ પરોક્ષ કર દર ૧૫.૮% હતો, જે હવે ઘટીને ૧૧.૩% થઈ ગયો છે. એટલે કે પહેલા રોજિંદા વસ્તુઓ પર ૧૫.૮% ટેક્સ હતો, પરંતુ હવે તે ઘટાડીને ૧૧.૩% કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે GST હેઠળ કોઈપણ વસ્તુ પર કર વધારાનો કોઈ દાખલો નથી. હવે કેટલાક કર દરોને એકસાથે મર્જ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આનાથી આરોગ્ય વીમા પર GSTમાં ઘટાડો થવાની આશા ફરી જાગી છે. જીએસટી દરોના નિર્ધારણ અંગે, નાણામંત્રી સીતારમણે સ્પષ્ટતા કરી કે આ નિર્ણયો એકલા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા નથી, પરંતુ તે સંપૂર્ણપણે જીએસટી કાઉન્સિલના નિર્ણયો પર આધાર રાખે છે, જેમાં તમામ રાજ્યોનો સમાવેશ થાય છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે બજેટ આવ્યું: નાણામંત્રીએ કહ્યું કે વર્તમાન વૈશ્વિક વાતાવરણમાં ઘણા પડકારો છે, જેની ભારતના બજેટ પર પણ અસર પડી છે. તેમણે કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ, રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક GDP માં સ્થિરતા અને ઉભરતા બજારોમાં સતત ફુગાવા જેવા મુદ્દાઓએ આર્થિક વાતાવરણને અસ્થિર બનાવ્યું છે. જ્યાં મુક્ત વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ, ત્યાં આપણે પ્રતિબંધો જોઈ રહ્યા છીએ. જ્યાં વૈશ્વિકરણની જરૂર છે, ત્યાં વિઘટનની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. જ્યાં નાણાકીય શિસ્ત જરૂરી છે, ત્યાં દેવું વધી રહ્યું છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિએ બજેટ તૈયારીની પ્રક્રિયાને વધુ જટિલ બનાવી દીધી છે. આની અસર આપણા અર્થતંત્ર અને બજેટ નિર્માણ પર પણ પડી છે.
બજેટનું કેન્દ્રબિંદુ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ ૨૦૨૫-૨૬ પર ચર્ચાનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે બજેટ રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરે છે. તેમણે કહ્યું કે ફુગાવાનો ટ્રેન્ડ, ખાસ કરીને ખાદ્ય ફુગાવો, ઘટી રહ્યો હોય તેવું લાગે છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર કળષિ, MSME, રોકાણ અને નિકાસને વિકાસ એન્જિન બનાવીને ગામડાઓમાં સમળદ્ધિ લાવવા પર ભાર મૂકી રહી છે. તેમણે કહ્યું કે બજેટનું ધ્યાન ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર છે. આનો આધાર કળષિ, MSME અને નિકાસને વેગ આપવા માટે નવી યોજનાઓ અને સુધારાઓ રજૂ કરવાનો હતો.(૨૩.૯)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
