<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

જમ્‍મુ કાશ્‍મીર LOC નજીક થયો મોટો બ્‍લાસ્‍ટ, ઈન્‍ડિયન આર્મીના ૨ જવાન શહીદ, એકની હાલત ગંભીર

મંગળવાર બપોરે ૩.૩૦ કલાકે જમ્‍મુ જિલ્લાના ખૌર પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં આવતા કેરી બટ્ટલ એરિયામાં LOC નજીક IED બ્‍લાસ્‍ટ થયો હતો, તેમાં ૩ જવાનો ઘાયલ થઈ ગયા હતા

શ્રીનગર, તા.૧૨: જમ્‍મુ કાશ્‍મીરમાં એલઓસી નજીક IED બ્‍લાસ્‍ટમાં બે જવાન શહીદ થઈ ગયા છે, જ્‍યાં એક ગંભીર રીતે ઘાયલ છે. જેમની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, મંગળવાર બપોરે ૩.૩૦ કલાકે જમ્‍મુ જિલ્લાના ખૌર પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં આવેતા કેરી બટ્ટલ એરિયામાં LOC નજીક IED બ્‍લાસ્‍ટ થયો હતો. તેમાં ૩ જવાનો ઘાયલ થઈ ગયા હતા, તેમને સેનાની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. તેમાંથી બે જવાન સારવાર દરમ્‍યાન શહીદ થઈ ગયા છે. જ્‍યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું કહેવાય છે.

અધિકારીઓના જણાવ્‍યા મુજબ અખનૂર સેક્‍ટરમાં નિયંત્રણ રેખા નજીક સેનાની ફોર્સ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ IED બ્‍લાસ્‍ટ કર્યો હતો. આ બ્‍લાસ્‍ટમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા. જાણકારી મળતાની સાથે જ સ્‍થળ પર વધારાની ફોર્સ પહોંચી અને ઘાયલ સૈનિકોને હોસ્‍પિટલમાં ખસેડી આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

પ્રારંભિક માહિતી મુજબ વિસ્‍ફોટ એક ઇમ્‍પ્રોવાઇઝ્‍ડ એક્‍સપ્‍લોસિવ ડિવાઇસના વિસ્‍ફોટના કારણે થયો હતો, જે આતંકવાદીઓએ લગાવ્‍યો હોવાનો અનુમાન છે. અધિકારીઓએ જણાવ્‍યું કે વિસ્‍ફોટ પછી તાત્‍કાલિક સમગ્ર વિસ્‍તારને ઘેરી લેવામાં આવ્‍યો છે.

આપને જણાવી દઈએ કે, આ ઘટનાના એક દિવસ પહેલા સોમવારે રાજૌરી જિલ્લામાં એલઓસી પર ગોળીબારમાં સેનાના એક જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જવાન નૌશેરા સેક્‍ટરના કલાલ વિસ્‍તારમાં અગ્રિમ ચોકી પર તૈનાત હતા. ત્‍યારે તેને ગોળી વાગી ગઈ અને તેને તરત સૈન્‍ય હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું કે, ગોળીબાર બપોરે લગભગ ૨.૪૦ કલાકે એલઓસીની પારથી થયો હતો.

(4:28 PM IST)