News of Wednesday, 12th February 2025
રૂપિયામાં તોફાની તેજી: 35 પૈસા મજબૂતી સાથે ખુલ્યો: 2 વર્ષમાં સૌથી મોટો ઉછાળો
RBI તરફથી કરન્સી માર્કેટમાં દરમિયાનગીરી:ડોલરની વ્યાપક પ્રમાણમાં વેચવાલી થતા રૂપિયાને મહત્વનો ટેકો મળ્યો

ભારતીય રૂપિયામાં મજબૂતી પરત ફરી છે. અમેરિકી ડોલરની તુલનામાં ભારતીય રૂપિયા 35 પૈસા મજબૂતી સાથે ખુલ્યો છે અને 12 ફેબ્રુઆરી 2025ના રોજ એક US ડોલરની તુલનામાં રૂપિયો 86.83 સામે રૂપિયા 86.48 પર ખુલ્યો છે.
અમેરિકાના ડોલર સામે ભારતીય રૂપિયો તાજેતરમાં ભારે ઘટાડો નોંધાવ્યો હતો, જોકે હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ અનેક મહત્વના પગલાં ભરવાની શરૂઆત કરી છે.ફોરેક્સ ડીલરો એ વાતની પુષ્ટિ કરી કે બંને દિવસથી RBI વતી ડોલરનું વેચાણ જોવા મળ્યું હતું અને કેટલાક અંદાજ મુજબ તે 4 બિલિયન ડોલર હતું.
RBI તરફથી કરન્સી માર્કેટમાં દરમિયાનગીરી કરવામાં આવતા ડોલરની વ્યાપક પ્રમાણમાં વેચવાલી કરવામાં આવી હતી, જેને પગલે રૂપિયાને મહત્વનો ટેકો મળ્યો છે અને તે પ્રતિ ડોલર રૂપિયા 87.50 લેવલ આસપાસ રહ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવતા વૈશ્વિક બજારોમાં ડોલરની માંગ વધી છે. તેને લીધે તાજેતરમાં રૂપિયાના મૂલ્ય પર દબાણ રહ્યું છે. જોકે RBI તરફથી અનેક પગલાં ભરવામાં આવતા રૂપિયાને મજબૂતી મળી છે. રૂપિયાને મજબૂતી મળી તેના માટે અન્ય અનેક મહત્વના પરિબળ અસર કરે છે. RBIની દરમિયાનગીરી ઉપરાંત ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો, ભારતમાં વ્યાજ દરને લઈ મહત્વના પગલા, તથા ભારતમાં રાજકીય સ્થિરતા મહત્વનું માનવામાં આવે છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
