<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

ભારતમાં પેરેન્‍ટલ કંટ્રોલ સાથેના ટીન એકાઉન્‍ટ લાવી રહ્યું છે ઇન્‍સ્‍ટાગ્રામ

૧૬ વર્ષથી ઓછી ઉંમરના માટે વધુ સુરક્ષિત અને વયને અનુરૂપ સામગ્રી જ જોવા મળશે માતા પિતાનું નિયંત્રણ એપ્‍લીકેશન પર વધશે

નવી દિલ્‍હીઃ મોટાની માલિકીના સોશ્‍યલ મીડીયા પ્‍લેટફોર્મ ઇન્‍સ્‍ટાગ્રામે જાહેરાત કરી છે કે ભારતમાં ‘ટીન એકાઉન્‍ટસ' શરૂ કરશે. ૧૬ વર્ષથી ઓછી વયના લોકો માટે વધુ સુરક્ષિત અને વય યોગ્‍ય ઓનલાઇન અનુભવ બનાવવા માટે સોશ્‍યલ આ નવી સુવિધાનો હેતુ સુરક્ષાને મજબુત બનાવવા, સહભાગી નિયંત્રણો વધારવા અને માતાપિતા સશ્‍કત બનાવવાનો હોવાનું કંપનીએ જણાવ્‍યું છે.

એક બ્‍લોગ પોસ્‍ટમાં મેરાએ જણાવ્‍યું હતું કે ઇન્‍સ્‍ટાગ્રામ ટીન એકાઉન્‍ટસ તેમના બાળકો કોની સાથે ઓનલાઇન સંપર્ક કરે છે, ક્‍યા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરે છે, તેઓ કેટલો સમય વિતાવે છે. તેના પર નજર રાખવા જેવી બાબતોને સંબોધે છે. આ સુરક્ષા પગલા ડીફોલ્‍ટ રૂપે આપમેળે સક્ષમ છે. અને માતાપિતાની સંમતિ વિના તેમાં ફેરફાર નથી કરી શકતો.

વધુમાં ટીન એકાઉન્‍ટસ ધરાવનાર, ફોલોઅરના હોય તેમને જોઇ નહી શકે અથવા ચેટ નહીં કરી શકે. જેમના તેઓ ફોલોઅર છે અથવા જે  તેમના ફોલોઅર છે તેઓ જ તેમને સંદેશ મોકલી શકશે. મારામારી, કોસ્‍મેટીક ઉત્‍પાદનો જેવી પ્રમોશનલ સામગ્રી જેવી સંવેનશીલ સામગ્રીને પણ મોટા પ્રતિબંધીત કરશે.

મેટા એ એવી પણ જાહેરાત કરી છે કે માતાપિતા ટૂંક સમયમાં ૧૬ વર્ષથી વધુ વયના બાળકો પર દેખરેખ સક્ષમ કરી શકશે. કેટલીક નવી દેખરેખ સુવિધાઓમાં, તાજેતરની વાતચીતનું નિરિક્ષણ કરવાની ક્ષમતા, દૈનિક સમય મર્યાદા સેર કરવી અને ચોક્કસ કલાકો દરમ્‍યાન એપ્‍લીકેશનને અવરોધિત કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પ્‍લેટફોર્મ, ટીપ્‍પણીઓ તેમજ અપમાન જનક ભાષાને પણ ફિલ્‍ટર કરશે. ઇન્‍સ્‍ટાગ્રામને વ્‍યસન બનતું રોકવા, દર કલાકે કિશોરને એપ્‍લીકેશનમાંથી બહાર નિકળવા માટે સૂચનાઓ દર્શાવશે. રાત્રે ૧૦ વાગ્‍યાથી સવારે ૭ વાગ્‍યા સુધી સ્‍લીપ મોડ સક્રિય થશે જે સૂચનાઓને મ્‍યુટ કરશે.

(3:58 PM IST)