<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

અખનુરમાં એલઓસી પર આઇઇડી વિસ્‍ફોટઃ સેનાના કેપ્‍ટન અને એક જવાન શહિદઃ એક ઘાયલ

જમ્‍મુઃ જમ્‍મુ સેકટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક થયેલા વિસ્‍ફોટમાં સેનાના એક કેપ્‍ટન અને એક જવાબ શહિદ થઇ ગયા અને એક જવાન ભયંકર રીતે ઘાયલ થયો છે. અધિકારીઓએ જણાવ્‍યું કે મંગળવારે અખનુર સેકટરમાં એલઓસી પાસે થયેલ ભીષણ વિસ્‍ફોટ સેનાના બે જવાનોના મોત થયા છે.

ઘાયલોને હોસ્‍પિટલ લઇ જવાયા હતા. જયાં એક કેપ્‍ટન સહીત બે ના મોત થયા. તેમણે જણાવ્‍યું કે અન્‍ય ઘાયલ સૈનીકની હાલત ખતરાથી બહાર છે. અધિકારીઓએ જણાવ્‍યું કે વિસ્‍ફોટ પછી તરતજ આખા વિસ્‍તારની ઘેરાબંધી કરી દેવાઇ હતી.

અધિકારીઓ અનુસાર આજની ઘટનામાં સૈનીકો પેટ્રોલીંગ કરી રહયા હતા ત્‍યારે અચાનક ભટ્ટન વિસ્‍તારમાં વિસ્‍ફોટ થયો હતો. પ્રાથમીક માહીતીમાં જાણવા મળ્‍યું છે કે આ વિસ્‍ફોટ એક ઇમ્‍પ્રુવાઇઝડ એકસપ્‍લોઝીવ ડીવાઇસ (આઇઇડી)ના વિસ્‍ફોટના કારણે થયો હતો. જેના અંગે માનવામાં આવી રહયું છે તેને સંદિગ્‍ધ આતંકવાદીએ લગાવ્‍યો હતો.

(3:59 PM IST)