News of Wednesday, 12th February 2025
શીખ વિરોધી રમખાણોના કેસમાં સજ્જન કુમાર દોષિત
૧૯૮૪ શીખ રમખાણોઃ રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો સંભળાવ્યો

નવી દિલ્હી, તા.૧૨: ૧૯૮૪ના શીખ રમખાણો કેસમાં સજ્જન કુમારને દોષિત ઠેરવવામાં આવ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. શીખ વિરોધી રમખાણોના કેસમાં સજ્જન કુમારને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના કેસમાં, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના નેતા સજ્જન કુમારને સરસ્વતી વિહાર વિસ્તારમાં બે લોકોની હત્યા માટે દોષિત ઠેરવ્યા.
સજ્જન કુમાર ૧ નવેમ્બર ૧૯૮૪ ના રોજ સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યાના કેસમાં આરોપી હતા. કુમારની સજા પર ચર્ચા ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ થશે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ સજાનો આદેશ આપ્યો.
સજ્જન કુમારને કેસની સુનાવણી માટે તિહાર જેલમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસ ૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે. જોકે શરૂઆતમાં આ કેસ પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં એક વિશેષ તપાસ ટીમે તપાસ હાથ ધરી હતી.
૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ, કોર્ટે સજ્જન કુમાર વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ શોધી કાઢયો અને તેમની સામે આરોપો ઘડ્યા. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે ઘાતક શષાોથી સજ્જ એક વિશાળ ટોળાએ મોટા પાયે લૂંટ, આગચંપી અને શીખોની મિલકતોનો નાશ કર્યો હતો.
ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે ટોળાએ ફરિયાદી જસવંતની પત્નીના ઘર પર હુમલો કર્યો, તેના પતિ અને પુત્રની હત્યા કરી, અને સામાન લૂંટી લીધો અને તેમના ઘરને આગ લગાવી દીધી.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
