News of Wednesday, 12th February 2025
દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ ઉપર લોકોના અપાર વિશ્વાસના કારણેઃ રામભાઈ મોકરીયા

રાજકોટ :.. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો પરાજય થતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ દિલ્હી ખાતે સાથે સાંસદોને પેંડા વિતરણ કરીને મીઠું મોઢું કરાવ્યું હતું આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ ઉપર લોકોના અપાર વિશ્વાસના કારણે મળી છે. આ જીતના કારણે હવે ‘વિકસિત દિલ્હી, વિકસિત ભારત..'ના નિર્માણનો સંકલ્પ પૂરો થશે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
