<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

દેશની જેલોમાં મૃત્યુદંડ વાળા ૫૬૪ કૈદી બંધ

૨૦૧૯ થી મોતની સજા પામનાર નાર દોષિયોની સંખ્યામાં સતત વધારો થયો

નવીદિલ્હી: નેશનલ લૉ યુનિવર્સિટી, દિલ્હીના ક્રિમિનલ જસ્ટિસ પ્રોગ્રામ પ્રોજેક્ટ ૩૯-એ ના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગયા વર્ષની આખર સુધીમાં દેશભરની જેલોમાં મોતની સજા પામનાર ૫૬૪ કૈદી બંધ છે

   સુપ્રીમ કોર્ટે ૨૦૨૪ માં સતત બીજા વર્ષે એક પણ મોતની સજાને મંજૂરી આપી નથી. રિપોર્ટ મુજબ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી દેશની નીચલી અદાલતોએ ૧૩૯ લોકોને મોતની સજા સંભળાવી હતી. તેમાંથી ૮૭ (૬૨ ટકા) હત્યાના કેસોમાં અને ૩૫ (૨૫%) યૌન અપરાધો સાથે સંકળાયેલ હત્યાના કેસમાં સંભળાવી હતી. રિપોર્ટમાં જણાવવામા આવ્યું છે કે, ૨૦૧૯ થી મોતની સજા પામનાર નાર દોષિયોની  સંખ્યામાં સતત વધારો થયો છે. આ સંખ્યા ૨૦૧૯ માં ૩૭૮ હતી, જે ૨૦૨૦ માં ૪૦૪ થઈ ગઈ, ત્યાર પછી ૨૦૨૧ માં ૪૯૦, ૨૦૨૨ માં ૫૩૯, ૨૦૨૩ માં ૫૫૪ અને ૨૦૨૪ ની આખર સુધીમાં ૫૬૪ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં ૨૦૨૪ માં સૌથી વધુ ૩૪ લોકોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. કેરલમાં ૨૦ અને પશ્ચિમ બંગાળમાં ૧૮ લોકોને મોતની સજા સંભળાવી હતી. દિલ્હી, ત્રિપુરા, આસામ, જમ્મુ કાશ્મીરમાં કોઈને પણ મોતની સજા મળી નથી. મોતની સજા વાળી મહિલા કૈદીયોની સંખ્યા ૨૦૨૪ માં ૧૭ હતી.

(10:58 PM IST)