તા. ૧૪ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
નવે.માં નોટિફિકેશન અને ફોર્મ બહાર પાડયાં ફેબ્રુઆરી મહિનામાં

નવી દિલ્હી, તા.૧૩: જીએસટીમાં વેપારીને ટેક્સ, વ્યાજ અને દંડની રકમ ભરવા માટે નોટિસ મોકલવામાં આવ્યા બાદ એમનેસ્ટી સ્કીમ લાવવામાં આવી હતી.
તેમાં વેપારી ફક્ત ટેક્સની રકમ ભરપાઇ કરશે તો વ્યાજ અને દંડમાંથી મુક્તિ આપવામાં આવશે. જોકે તેના ફોર્મ હાલમાં જ બહાર પાડવામાં આવ્યા છે. તેના કારણે જીએસટીમાં ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીની પોલ ખૂલી છે, કારણ કે એમનેસ્ટી સ્કીમનું નોટિફિકેશન નવેમ્બરમાં બહાર પાડવામાં આવ્યું હતું. તેનો અમલ જાન્યુઆરીથી થવાનો હતો. પરંતુ તે માટેનું ફોર્મ હાલમાં જ બહાર પાડવામાં આવ્યું છે. વેપારીઓને રાહત આપવા માટે જીએસટી કાઉન્સિલની બેઠકમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે વેપારી ટેક્સની રકમ ભરપાઇ કરી દે તો તેઓએ ભરવાના થતા વ્યાજ અને દંડ ભરવો નહીં પડે. આનો અમલ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવતું હોય છે. ત્યારબાદ તેને લગતા ફોર્મ બહાર પાડવાના હોય છે, પરંતુ નોટિફિકેશન બહાર પાડવામાં જ બે મહિનાનો સમય વિતાવી દેવામાં આવ્યો હતો. ત્યારપછી ફોર્મ બહાર પાડવામાં એક મહિના કરતાં વધુ સમય વિતાવી દેવામાં આવ્યો છે. હવે એમનેસ્ટી સ્કીમનો લાભ લેવો હોય તો વેપારીએ જીએસટી વિભાગે બહાર પાડેલા ફોર્મ ભરીને આપવાના રહેશે. ત્યારબાદ તેનો લાભ મળવાનો છે, પરંતુ તેના ફોર્મ જ ફેબ્રુઆરીની શરૂઆતમાં બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે આ ફોર્મ ભરીને આપવામાં આવ્યા બાદ વેપારીએ ૩૧ માર્ચ સુધીમાં ટેક્સની તમામ રકમ ભરપાઇ કરી દેવાની રહેશે. આ રકમ ભરપાઇ કરવામાં આવે તો જ દંડ અને વ્યાજમાંથી વેપારીઓને મુક્તિ મળવાની છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
