News of Thursday, 13th February 2025
મોંઘવારી મુદ્દે રાહતઃ ફુગાવાના દરમાં થયો ઘટાડો
જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને ૪.૩૧ ટકા થયો છે, જે ડિસેમ્બરમાં ૫.૨૨ ટકા હતો

નવી દિલ્હી, તા.૧૩: મોંઘવારીના માર વચ્ચે સામાન્ય માણસને રાહત આપે તેવા સમાચાર છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)એ છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને ૪.૩૧ ટકા થયો છે, જે ડિસેમ્બરમાં ૫.૨૨ ટકા હતો. સીપીઆઈના ડેટા અનુસાર, જો આપણે પાંચ મહિના પહેલા એટલે કે ઓગસ્ટ ૨૦૨૪ ની વાત કરીએ, તો તે સમયે દેશનો છૂટક ફુગાવાનો દર ૩.૬૫% હતો.
CPIના આંકડાઓ અનુસાર ગ્રામીણ ફુગાવાનો દર જાન્યુઆરી ૨૦૨૫ માં ૪.૬૪ ટકા હતો, જે એક મહિના પહેલા ડિસેમ્બર ૨૦૨૪ માં ૫.૭૬ ટકા હતો, જ્યારે શહેરી ફુગાવો ૩.૮૭ ટકા નોંધાયો હતો જે ગયા મહિનામાં ૪.૫૮ ટકા નોંધાયો હતો.
ફુગાવાના દરમાં ઘટાડાને કારણે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ બાદ ગયા અઠવાડિયે RBIએ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ વ્યાજ દર ૬.૨૫% થઈ ગયો છે. કેન્દ્રીય બેંકે દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આ નિર્ણય લીધો છે, જે ચાર વર્ષમાં સૌથી ધીમી ગતિએ વૃદ્ધિ પામવાની અપેક્ષા છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
