<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

૧ મહિનામાં વિક્રમસર્જક ૧.૪૦ કરોડ યાત્રાળુ આવ્‍યા કાશી વિશ્વનાથનાં દર્શને

વારાણસી, તા.૧૩: શ્રી કાશી વિશ્વનાથ ટેમ્‍પલ ટ્રસ્‍ટના એક્‍ઝિક્‍યુટિવ ઑફિસર વિશ્વ ભૂષણ મિશ્રાએ ગઈ કાલે કહયું હતું કે રિનોવેશન પછી મહિનાના હાઇએસ્‍ટ યાત્રાળુઓ ૧૧ જાન્‍યુઆરીથી ૧૧ ફેબ્રુઆરીના મહિનામાં આવ્‍યા છે. તેમણે કહયું હતું કે આ સમયગાળામાં ૧.૪૦ કરોડ લોકોએ કાશી વિશ્વનાથનાં દર્શન કર્યાં હતાં. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહયો છે એટલે ઘણા લોકો સંગમતાાન કરતાં પહેલાં કે પછી વારાણસી પણ જાય છે એને લીધે ત્‍યાં પણ યાત્રાળુઓની સંખ્‍યામાં વધારો થયો છે. હવે ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર પણ કાશીમાં ભક્‍તોનો માનવમહેરામણ ઊમટશે.

મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું પવિત્ર તાાન કરવા માનવમહેરામણ ઊમટયો હતો. એક મહિલાએ પોતાના લાલાને પણ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવડાવી હતી.

(10:05 AM IST)