News of Thursday, 13th February 2025
IGSTની ક્રેડિટનો સ્ટેટ કે સેન્ટ્રલ GSTમાં વપરાશ કરનાર સામે કાર્યવાહી નહીં થાય
મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપતા ગુજરાતના કરદાતાઓને રાહત ક્રેડિટ અન્ય જગ્યાએ વાપરવાના લીધે કરદાતાઓને નોટિસ આપી હતી

મુંબઇ તા.૧૩ જીએસટીમાં આઈજીએસટીની ક્રેડિટ અન્ય જગ્યાએ એટલે કે સ્ટેટ જીએસટી અથવા તો સેન્ટ્રલ જીએસટીમાં વપરાશ કરનારાઓને જીએસટી વિભાગે નોટિસ આપી હતી. કારણ કે આ રીતે ક્રેડિટ વાપરી સકાય નહીં હોવાના લીધે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ મદ્રાસ હાઇકોર્ટે જીએસટીનું સમગ્ર માળખું એક જ હોવાના લીધે ક્રેડિટ કોઈ પણ જગ્યાએ વપરાશ કરી શકાય તેવો ચુકાદો આપ્યો છે. તેના કારણો ગુજરાતના અનેક કરદાતાઓને આ નિર્ણયથી લાભ થવાનો છે. સાથે સાથે જે પણ કરદાતાઓને નોટિસ આપી છે તેમાં હવેથી કાર્યવાહી નહી કરવા માટે પણ ચુકાદામાં જણાવ્યું છે.
વિદેશથી માલ મંગાવવામાં આવે તો તેના પર જીએસટી ભરપાઈ કરવાનો હોય છે. તેમાં જમા થતી ક્રેડિટને આઇજીએસટી તરીકે ઓળખવામાં આવતી હોવ છે. હવે આ ક્રેડિટનો ઉપયોગ કરદાતા સ્ટેટ કે સેન્ટ્રલ જીએસટીમાં વપરાશ કરતા હોય છે.
કારણ કે ક્રેડિટ ઈલેક્ટ્રોનિક લેઝરમાં હોવાના લીધે અન્યમાં વપરાશ કરવામાં આવે તો કરદાતાએ તે માટે નાણાં ભરપાઈ કરવા નહી પડે. આ રીતે મોટાભાગના કરદાતાઓને એક ક્રેડિટનો બીજી જગ્યાએ વપરાશ કરતા હોય છે, પરંતુ જીએસટી વિભાગ દ્વારા તેને યોગ્ય નહી ગણીને કરદાતાઓને નોટિસ આપતા હોય છે. તેમાં પણ ખાસ કરીને આઇજીએસટી ક્રેડિટનો સ્ટેટ સેન્ટ્રલમાં વપરાશ કર્યો હોય તેવા કિસ્સામાં ખાસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવા જ કેશમાં મદ્રાસ હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટ આઇજીએસટીમાં રહેલી ક્રેડિટનો સ્ટેટ કે સેન્ટ્રલ જીએસટીમાં વપરાશ કરવાની છૂટ આપી છે. આ નિર્ણય આવતા ગુજરાતના અનેક કરદાતાઓને રાહત થવાની છે. તેમાં પણ ખાસ કરીને સુરતના કરદાતાઓને અગાઉ આ રીતે ક્રેડિટના વપરાશ બદલે નોટિસ આપવામાં આવી હતી. જેથી આ નોટિસમાં હવે કરદાતાએ જવાબ આપવો નહીં પડે તેમજ તેઓની સામે કાર્યવાહી થવાની પણ શકયતાઓ ઓછી હોવાનું સીએ અતીત દિલીપ શાહે જણાવ્યું છે
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
