News of Thursday, 13th February 2025
સોનામાં પુનઃ ૭૦૦ રૂા.નો ઉછાળો ૧૦ ગ્રામના ભાવ ૮૮,૫૦૦ રૂા.

રાજકોટ, તા.ે૧૩ : સોનામાં આજે પુનઃ તેજીના પગલે ૭૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે પુનઃ ૭૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૮૭૮૦૦ રૂા. હતા. તે વધીને આજે બપોરે ૮૮પ૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ૭૦૦૦ રૂા. વધ્યા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૮,૭૮,૦૦૦ રૂા. હતા તે વધીને ૮,૮પ,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સોનામાં ગઇકાલે ભાવ ઘટયા બાદ ફરી વધ્યા હતા અને આજે પણ તેજીનો દોર યથાવત રહયો હતો.
ચાંદીના ભાવમાં બપોર સુધીમાં કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૭,૦૦૦ રૂા. હતા.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
