News of Thursday, 13th February 2025
કુંભ મેળામાં સેક્ટર - ૬માં આગ ફાટી નીકળી : વિજળીક ઝડપે ફાયરબ્રિગેડ પહોંચી ગયુ અને પલકારામાં આગ ઓલવી નાખી : સવારથી કુંભ મેળામાં બધા રસ્તા ખોલી નાખ્યા : સ્નાન કરવાનો ઉત્તમ સમય : કોઈપણ સ્થળે જરા પણ ભીડ નથી : શ્યામલ સોનપાલ

પ્રયાગરાજ : આજે બપોરે પ્રયાગરાજ ખાતે સેકટર-૬માં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં માત્ર ૨ જ મિનિટમાં ૬ ફાયર ફાઈટરો અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિજળીક ઝડપે આગ ઠારી નાખી હતી તેમ આ બનાવ નજરે જોનાર રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી શ્યામલ સોનપાલે જણાવ્યુ છે. શ્યામલભાઈએ કહ્યુ હતું કે ગઈરાત્રીથી ભાવિકો પરત ફરવા લાગતા સવારથી કુંભ મેળામાં કોઈ જ ગીરદી દેખાતી નથી અને તમામ રસ્તા ખોલી નાખવામાં આવ્યા છે. જેમને સ્નાનનો ખરેખર લાભ લેવો છે તેમના માટે અત્યારે ઉત્તમ સમય છે. આગામી ૨૪ થી ૨૬ સુધી ફરી ભીડ સર્જાવાની સંભાવના છે. તે પહેલા જેમને પણ પવિત્ર સ્નાન કરવુ હોય તે અચુક આવે તેમ શ્રી શ્યામલ સોનપાલ જણાવે છે. કોઈપણ જગ્યાએ ટ્રાફીક જામ નથી. સંગમઘાટ સહિતના ઘાટો ઉપર નિરાંતે વાહન લઈ જઈ શકાય છે. ૨૬મીએ શિવરાત્રી નિમિતે અંતિમ શાહી સ્નાન થશે તે સમયે ભીડ સર્જાવાની પૂરી સંભાવના છે. અત્યારે કુંભ મેળામાં કોઈ જ ભીડ નથી.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
