<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ઓટો ડ્રાઈવર પાંચ મુસાફરોની ક્ષમતાવાળા વાહનમાં પંદર લોકોને લઈ જઈ રહયો હતો

પાંચ મુસાફરોવાળી ઓટો રિક્ષામાંથી પોલીસે ૧૫ મુસાફરોને નીચે ઉતાર્યા

અગર માલવા, તા.૧૪: અગર માલવા જિલ્લા મુખ્‍યાલયથી થોડા અંતરે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્‍યો છે. ચેકિંગ દરમિયાન, પોલીસે એક કે બે નહીં, પરંતુ પંદર પુખ્‍ત મુસાફરોને ગણતરી કરીને અને તેમના હાથ પકડીને ઓટો રિક્ષામાંથી નીચે ઉતાર્યા.

ટ્રાફિક ઇન્‍ચાર્જ જગદીશ યાદવે જણાવ્‍યું હતું કે, ઓટો ડ્રાઇવર પાંચ મુસાફરોની ક્ષમતાવાળા વાહનમાં પંદર લોકોને લઈ જઈ રહ્‍યો હતો. પોલીસે બધાને નીચે ઉતાર્યા અને ઓટો સામે ચલણની કાર્યવાહી કરી.

અગર માલવા અને અન્‍ય જિલ્લાઓમાં, ટેમ્‍પો, ઓટો અને જીપ ચાલકો ક્ષમતા કરતા વધુ મુસાફરોને લઈ જઈને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહયા છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસ-પ્રશાસન ઓવરલોડેડ પેસેન્‍જર વાહનો પર ધ્‍યાન આપતા નથી.

પરિસ્‍થિતિ એટલી લાચાર છે કે રાજ્‍યના ગ્રામીણ વિસ્‍તારોમાં બસો ન ચલાવવાને કારણે મુસાફરોને ઇ-રિક્ષા, ઓટો, જીપ જેવા વાહનોમાં મુસાફરી કરવી પડે છે. ભાડાના લોભમાં, ડ્રાઇવરો ક્ષમતા કરતા વધુ મુસાફરો પણ લઈ જાય છે.(૨૩.૨)

(9:58 AM IST)