<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ડિવોર્સ માગતી વાઇફને હેરાન કરવાનો અનોખો કીમિયો

પત્નીના નામે રજિસ્ટર થયેલી બાઇક પર જાણી જોઈને અનેક વાર તોડ્યા ટ્રાફિકના નિયમ


પટના,તા.૧૪ઃ બિહારના પટનામાં રહેતા ઍક માણસનાં લગ્ન મુઝફ્ફરપુરના કાઝી મોહમ્મદપુર વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયાં. લગ્ન સમયે કન્યાના પિતાઍ વરરાજાને ઍક બાઇક ભેટ આપી હતી જે દીકરીના નામે રજિસ્ટર્ડ હતી. લગ્નના દોઢ મહિનામાં જ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને પત્ની પિયર જતી રહી અને તેણે છૂટાછેડાની માગણી કરી. આ વાતથી ઉશ્કેરાઈને પતિઍ જે બાઇક પત્નીના નામે રજિસ્ટર્ડ હતી ઍ ચલાવીને ટ્રાફિકના નિયમનો જાણીજોઈને ભંગ કરવાનું શરૂ કર્યું જેથી પત્નીઍ ઍનો દંડ ભરવો પડે. શરૂઆતમાં પત્નીઍ દંડ ભરી દીધા પછી ઍ વધતા જ ગયા ત્યારે તેણે પતિને ફોન કરીને બાઇક પાછી આપી દેવાનું કહ્નાં, પણ પતિઍ છૂટાછેડા ન થાય ત્યાં સુધી બાઇક પાછી આપવાની ના પાડી દીધી. પછી પત્નીઍ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કહ્નાં કે સાબિત કરવું પડશે કે ઍ બાઇક તારી પાસે નહીં પણ તારા પતિ પાસે છે અને તે ઍનો ઉપયોગ કરી રહ્ના છે.(૪૦.૯)

 

(10:54 AM IST)