News of Friday, 14th February 2025
ટ્રમ્પે ભારત સહિત બધા દેશો ઉપર લાદયો ‘જેવા સાથે તેવા' ટેક્ષ
જે દેશ અમેરિકા સામાન પર જેટલો ટેરિફ લગાવશે, અમેરિકા પણ એ દેશના સામાન પર એટલો જ ટેરિફ લગાવશેઃ જો કે હમણા આપ ટેરિફ લાગુ નહીં થાયઃ દરેક સાથે વાટાઘાટ થશેઃ વ્હાઈટ હાઉસ

વોશીંગ્ટન, તા.૧૪: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે મુલાકાતના થોડા કલાકો પહેલા જ ભારત સહિત તમામ વેપાર ભાગીદાર દેશો પર ટેરિફ લાદવાની યોજના પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી વિશ્વભરમાં આર્થિક તણાવ સર્જાવાની ધારણા છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું, વેપારના મામલે, મેં નિષ્પક્ષતાથી નિર્ણય લીધો છે કે અમે પારસ્પરિક ટેરિફ લાદીશું, જેનો અર્થ એ છે કે જે પણ દેશો અમેરિકા પાસેથી ડ્યુટી વસૂલશે, અમે તેમના પર પણ ટેરિફ લાદીશું - વધુ નહીં, ઓછું નહીં.
ટ્રમ્પે કહ્યું, તેઓ અમારી પાસેથી કર અને ટેરિફ વસૂલ કરે છે, અમે પણ તેમના પર આવા જ કર અને ટેરિફ લાદીશું. નિષ્ણાતો માને છે કે આ પગલાથી અમેરિકા અને તેના વેપાર ભાગીદારો વચ્ચે તણાવ વધી શકે છે, જે વૈશ્વિક વેપાર અને અર્થતંત્રને અસર કરી શકે છે.
વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરસ્પર ટેરિફ (રેસિપ્રોકલ ટેરિફ)ની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઁવેપારના મામલે મેં નિષ્પક્ષતા સાથે એ નિર્ણય લીધો છે કે, અમે પરસ્પર ટેરિફ લાગુ કરીશું, જેનો મતલબ છે કે જે પણ દેશ અમેરિકા પાસેથી ટેક્સ વસૂલે છે, અમે પણ તેના પર ટેક્સ લગાવીશું. ન વધુ અને ન ઓછો. તેઓ અમારી પાસેથી ટેક્સ વસૂલે છે, તો અમે પણ તેના પર સમાન ટેક્સ અને ટેરિફ લાવીશું. પરસ્પર ટેરિફનો મતલબ છે કે, જ્યારે કોઈ દેશ અન્ય દેશને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પર સમાન ટેરિફ ચૂકવવો પડે છે તો તેને પરસ્પર ટેરિફ કહેવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત દુનિયાના સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે. કેટલાક નાના દેશ છે, જે હકિકતમાં મોટરસાઇકલો નથી વેચી શકતા કારણ કે ભારતમાં ટેક્સ ખુબ વધારો હતો, ટેરિફ ખુબ વધારે હતો.
વડાપ્રધાન મોદી અને ઇલોન મસ્કની મુલાકાત પર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, હું માનું છું કે તેઓ ભારતમાં બિઝનેસ કરવા ઈચ્છે છે, પરંતુ ભારત બિઝનેસ કરવા માટે ખુબ મુશ્કેલ જગ્યા છે. ત્યાં ટેરિફ સૌથી વધુ છે. આ બિઝનેસ કરવા માટે એક કઠિન જગ્યા છે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ગુરૂવારે કહ્યું કે, આ જાણીજોઈને લેવામાં આવેલો નિર્ણય છે, જેથી દેશોને અમેરિકા સાથે સંભાવિત રીતે નવી વેપાર શરતો પર વાતચીત કરવાનો સમય મળી શકે. જો કે, ટેરિફ તાત્કાલિક અસરથી લાગૂ નહીં થાય.
ડોનાલ્ડ ટ્રમ્પે તેના પ્રમુખપદ દરમિયાનના પ્રચાર અભિયાનમાં જ જણાવ્યું હતું કે, મારું શાસન આવશે તો આખા વિશ્વને એક શબ્દ વારંવાર સાંભળવા મળશે અને આ શબ્દ હશે રેસિપ્રોકલ ટેરિફ. સરળ ભાષામાં કહીએ તો તમે જેટલો અમારા પર ટેક્સ લાદશો અમે તેટલો જ ટેક્સ તમારા પર લાદીશું.
હવે આ વાત હકીકત બની રહી છે. તેમના પ્રમુખપદ સંભાળ્યાને મહિનો માંડ થયો છે ત્યારે તેમણે ચીન પર તો દસ ટકા વેરો લાદી જ દીધો છે અને મેક્સિકો તથા કેનેડા પર પણ ૨૫ ટકા વેરો લાદ્યો હતો. પણ બંને દેશોએ ગેરકાયદે ઘૂસણખોરી રોકવાનું અને માદક પદાર્થો અંગે ચિંતા દૂર કરવાનું આશ્વાસન આપતા ટ્રમ્પે આ પ્રતિબંધ એક મહિનો મુલતવી રાખ્યો છે. આના દ્વારા ટ્રમ્પ અમેરિકામાં બજેટ ખાધમાં નોંધપાત્ર ઘટાડો કરવાનું આયોજન ધરાવે છે.
વ્હાઇટ હાઉસ કહે છે કે આ પગલું અમેરિકાના મિત્રો અને વિરોધીઓ બંને સામે વેપાર વ્યૂહરચનાનો એક ભાગ છે જે આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે. જોકે, ટ્રમ્પે VAT ને એક પ્રકારનો ટેરિફ પણ ગણાવ્યો હતો. વ્હાઇટ હાઉસ ખાતે એક નિવેદન આપતા ટ્રમ્પે કહ્યું, અમે એક સમાન મેદાન ઇચ્છીએ છીએ. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પની પારસ્પરિક ટેરિફ નીતિનો હેતુ દેશો દ્વારા લાદવામાં આવતા ઊંચા ડ્યુટી દરોનો સામનો કરવાનો છે.
ટેરિફ એ એક દેશ દ્વારા બીજા દેશમાંથી આયાત કરાયેલા માલ પર લાદવામાં આવતા કર છે. તેનો અર્થ એ કે, કોઈ દેશ અમેરિકન માલ પર ગમે તેટલો ટેરિફ લાદે, અમેરિકા પણ તે દેશના માલ પર એ જ ટેરિફ લાદશે. ચૂંટણી પ્રચાર દરમિયાન, ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ વિશે કહ્યું હતું, ટિટ ફોર ટેટ, એક ટેરિફ બીજા માટે, એ જ ચોક્કસ રકમ.
પારસ્પરિક ટેરિફ એટલે જ્યારે એક દેશ બીજા દેશમાંથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ (આયાત ડ્યુટી) લાદે છે, ત્યારે બીજો દેશ પણ તે જ પ્રમાણમાં તે દેશના ઉત્પાદનો પર ટેરિફ લાદે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આને ટાઇટ ફોર ટેટ નીતિ કહી શકાય. ઉદાહરણ તરીકે, જો કોઈ દેશ અમેરિકન ઉત્પાદનો પર ૧૦ ટકા આયાત ડ્યુટી લાદે છે, તો અમેરિકા પણ તે દેશમાંથી આવતા માલ પર ૧૦ ટકા ટેરિફ લાદશે.
વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ટેરિફ વિશે કહ્યું, પરંપરાગત રીતે, ભારત આ જૂથમાં ટોચ પર છે. કેટલાક નાના દેશો એવા છે જે ખરેખર ઊંચા ટેરિફ વસૂલ કરે છે પરંતુ ભારત ભારે ટેરિફ વસૂલ કરે છે.
હાર્લી ડેવિડસનનું ઉદાહરણ આપતા ટ્રમ્પે કહ્યું, ભારતમાં કર અને ટેરિફ એટલા ઊંચા હતા કે હાર્લી ડેવિડસન તેની મોટરસાયકલ વેચી શકયું નહીં. આનાથી બચવા માટે, કંપનીએ ભારતમાં એક ફેક્ટરી સ્થાપવી પડી. તેમણે કહ્યું, લોકો અહીં પણ આ કરી શકે છે. કંપનીઓ અમેરિકામાં ફેક્ટરીઓ સ્થાપી શકે છે અને તબીબી ઉપકરણો, ઓટોમોબાઇલ્સ, ચિપ્સ અને સેમિકન્ડક્ટર જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરી શકે છે.
પીએમ મોદી અને એલોન મસ્ક વચ્ચેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું, મને લાગે છે કે તેઓ (મસ્ક) ભારતમાં વેપાર કરવા માંગે છે, પરંતુ ભારતમાં વેપાર કરવો ખૂબ મુશ્કેલ છે કારણ કે ત્યાં ટેરિફ ખૂબ ઊંચા છે. તેઓ વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદે છે. ટ્રમ્પે સંકેત આપ્યો કે એલોન મસ્ક ભારતમાં તેમના વ્યાપારિક હિતોને આગળ વધારવા માટે પીએમ મોદીને મળ્યા હશે.
ટ્રમ્પના પારસ્પરિક ટેરિફની અસર ભારત પર પણ જોવા મળશે. ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે આનો સામનો કરવો ખૂબ જ પડકારજનક રહેશે. ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં ટેરિફ દર ખૂબ ઊંચા છે અને તેથી તે પારસ્પરિક ટેરિફ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અમેરિકાની નવી કર નીતિ ભારતના ઓટોમોબાઈલ, કાપડ અને અન્ય ઉદ્યોગોને અસર કરી શકે છે. જો ભારત ટેરિફ દર ઘટાડે છે, તો તેની સીધી અસર તેના આવક પર પડશે, જે ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ હશે. (રર.૨)
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
