<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

મોદી ટ્રમ્‍પ વચ્‍ચે કયા મુખ્‍ય પાંચ કરાર થયા?

પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે દ્વિપક્ષીય બેઠક પૂર્ણ થઈ ગઈ

નવી દિલ્‍હી, તા.૧૪: પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે દ્વિપક્ષીય બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક દરમિયાન, ઘણા મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્‍યો હતો. વાતચીત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો, અને તેને સમાપ્ત કરવાના ઉકેલો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ભારત અને અમેરિકા વચ્‍ચે સંરક્ષણ ક્ષેત્રે મોટો સોદો થયો છે. આ ડીલ હેઠળ, અમેરિકા હવે ભારતને F૩૫ સ્‍ટીલ્‍થ ફાઇટર જેટ આપવા જઈ રહ્યું છે. આ અંગે રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે કહ્યું કે આ વર્ષે જ તેઓ ભારત સાથે તેમના લશ્‍કરી વેચાણમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત, અમે હવે ભારતને F૩૫ સ્‍ટીલ્‍થ ફાઇટર જેટ આપીશું.

અમેરિકા ભારત-મધ્‍ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર માટે તૈયાર છે. હકીકતમાં, આ એક એવો કોરિડોર છે જેના દ્વારા શિયા, અરબી ગલ્‍ફ અને યુરોપ વચ્‍ચે આર્થિક એકીકરણ અને જોડાણને ભારે પ્રોત્‍સાહન મળી શકે છે. આ ઉપરાંત, નિષ્‍ણાતો માને છે કે આ માર્ગ દ્વારા આર્થિક વળદ્ધિ પણ વધશે. તેનું મહત્‍વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ કોરિડોરને ચીનના રોડ એન્‍ડ બેલ્‍ટ પ્રોજેક્‍ટના પ્રતિરૂપ તરીકે જોવામાં આવે છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને પીએમ મોદી સંમત થયા છે કે ભારત અને અમેરિકા વચ્‍ચેનો વેપાર બમણો કરવામાં આવશે. હાલમાં, ભારત અને અમેરિકા વચ્‍ચેનો વેપાર ૧૨૯.૨ બિલિયનનો છે, પરંતુ ૨૦૩૦ સુધીમાં આ આંકડો ૫૦૦ બિલિયન સુધી લઈ જવો પડશે.

વાટાઘાટો દરમિયાન, તેલ અને ગેસની ખરીદી અંગે એક મોટો સોદો થયો. રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે ભારપૂર્વક જણાવ્‍યું છે કે અમેરિકા ભારતનો સૌથી મોટો તેલ અને ગેસ સપ્‍લાયર બનવા જઈ રહ્યું છે. ઊર્જા ક્ષેત્રમાં સહયોગ ઐતિહાસિક રીતે વિસ્‍તળત થશે.

ટ્રમ્‍પ અને મોદી વચ્‍ચે બે નવા દૂતાવાસ ખોલવા અંગે એક મોટી જાહેરાત પણ કરવામાં આવી. પીએમ મોદીએ કહ્યું છે કે ટૂંક સમયમાં બોસ્‍ટન અને લોસ એન્‍જલસમાં બે દૂતાવાસ ખુલવા જઈ રહ્યા છે. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે આ દૂતાવાસોને કારણે ભારત અને અમેરિકા વચ્‍ચેના લોકો વચ્‍ચેના સંબંધો વધુ મજબૂત બનશે. પીએમએ એ વાત પર પણ ભાર મૂકયો કે અમેરિકામાં રહેતા ભારતીયો આપણા માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે.

(12:02 PM IST)