હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયા - યુક્રેન યુદ્ધ સમાપ્તિ માટેના ટ્રમ્પની પહેલને અમે સમર્થન આપીએ છીએ :નરેન્દ્રભાઈ
આ યુદ્ધનો યુગ નથી :યુદ્ધના મેદાનમાં ઉકેલ શોધી શકાતો નથી

વોશિંગ્ટનઃ અહિંની ઓવલ ઓફિસમાં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. બંને નેતાઓએ વેપાર સંબંધોથી લઈને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સુધીના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, બાંગ્લાદેશ અંગે નિર્ણય પીએમ મોદી લેશે.
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન, ગઇ રાત્રે પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ અંગે કહ્યું કે, બાંગ્લાદેશ અંગે નિર્ણય પીએમ મોદી લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટમાં અમેરિકાની કોઈપણ ભૂમિકાને નકારી કાઢી. તેમણે વધુમાં કહ્યું કે, બાંગ્લાદેશ અંગે નિર્ણય પીએમ મોદી લેશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ દરમિયાન, જ્યારે બંને નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ત્યારે તેમને રશિયા-યૂક્રેન યુદ્ધ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. સાથે જ મીડિયાએ તેમને બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ વિશે પણ પ્રશ્નો પૂછયા. આ પ્રશ્નના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બાંગ્લાદેશના સંકટમાં અમેરિકા સામેલ નથી, તેમણે કહ્યું કે બાંગ્લાદેશ મુદ્દાનો ઉકેલ લાવવાનું કામ હું પીએમ મોદી પર છોડી રહ્યો છું.
જ્યારે પીએમ મોદીને રશિયા-યૂક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં ભારતની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, અમે આ યુદ્ધને સમાપ્ત કરવાની પ્રેસીડેન્ટ ટ્રમ્પની પહેલને સમર્થન આપીએ છીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, દુનિયાને લાગે છે કે ભારત યુદ્ધ દરમિયાન તટસ્થ હતું, પરંતુ હું તમને બધાને કહેવા માંગુ છું કે ભારત તટસ્થ નહોતું, પરંતુ ભારત શાંતિના પક્ષમાં હતું. પીએમ મોદીએ કહ્યું, જ્યારે હું પ્રેસીડેન્ટ પુતિનને મળ્યો ત્યારે મેં તો એમ પણ કહ્યું હતું કે ‘‘આ યુદ્ધનો યુગ નથી.'' મેં એમ પણ કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં ઉકેલ શોધી શકાતા નથી, તે ફક્ત વાતચીત દ્વારા જ શોધી શકાય છે.
ગયા વર્ષે બાંગ્લાદેશમાં થોડા સમય માટે વિદ્યાર્થી આંદોલન ચાલ્યું, ત્યારબાદ આ આંદોલન એટલું હિંસક બન્યું કે દેશમાં બળવો થયો. દેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવું પડ્યું. આ સમયે દેશમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ અને ઘણા લોકો પર હુમલા થયા. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે જો જરૂર પડશે તો, ગયા વર્ષે હસીનાના પ્રત્યાર્પણની વિનંતી અંગે ભારતને એક રીમાઇન્ડર મોકલવામાં આવશે. હકીકતમાં, બાંગ્લાદેશમાં બળવા પછી શેખ હસીના ભારત પહોંચી હતી, ત્યારથી બાંગ્લાદેશ સતત ભારતને તેમના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી રહ્યું છે.
ઓવલ ઓફિસમાં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. તે દરમિયાન શ્રી મોદીએ ટ્રમ્પને ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પણ આપ્યા. બંને નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી જેમાં તેમણે અનેક વિષયો પર પ્રેસના પ્રશ્નોના જવાબ આપ્યા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
