<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

વિશ્વમાં ટ્રેડ વૉરની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 27 ડોલર એટલે કે આશરે એક ટકા ઉછળી 2925 ડોલરને પાર: ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.28 ડોલર ઉછળી 32.50 ડોલરે પહોંચ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેસરથી ટેરિફ અંગે પગલાંની જાહેરાત વચ્ચે વિશ્વભરમાં ટ્રેડ વોરની ચિંતા વધી ગઈ છે. તેને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીની ભારતમાં ઘરઆંગણે પણ આ કિંમતી ધાતુની કિંમત પર અસર જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 27 ડોલર એટલે કે આશરે એક ટકા ઉછળી 2925 ડોલરને પાર થઈ ગયા છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.28 ડોલર ઉછળી 32.50 ડોલરને પાર થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચીજવસ્તુઓની આયાત પર ડ્યુટી લગાવનાર દેશો પર સમાન ટેરિફ લગાવવાની ધમકી આપી છે. જેને પગલે ટ્રેડ વોર લાંબા સમય સુધી ચાલે અને આગામી સમયમાં મોંઘવારીના મોરચે મુશ્કેલી સર્જાય તેવી દહેશત જોવા મળી રહી છે.

આ સંજોગોમાં વ્યાપારીક અનિશ્ચિતતા વચ્ચે સોના તરફ રોકાણકારો વળી રહ્યા છે અને તેને પગલે કિંમતમાં સતત આગેકૂચ જોવા મળી રહી છે.

(1:19 PM IST)