<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

કોઇ પણ દેશ કરતા ભારતમાં ટેરીફ ખુબ વધુ છે! ટ્રમ્‍પનો ધ્રુજારો : ન્‍યુઝ ફર્સ્‍ટ

કાર અને ફાર્માસ્‍યુટીકલ્‍સ ઉપર ભારે ટેરીફ આવી રહ્યા છે કેનેડા અને મેકસીકોના રસ્‍તેથી ભારત અને ચીનમાંથી ઉત્‍પાદનો આવી રહ્યા છે

વોશિંગ્‍ટન : ન્‍યુઝફર્સ્‍ટના અહેવાલ મુજબ શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાથે ગઇ રાત્રે શ્રી ડોનાલ્‍ડ ટ્રમ્‍પે લાંબી મંત્રણાઓ કરી તે પુર્વે અમેરિકાના પ્રેસીડન્‍ટે કહ્યું  હતું કે  કોઇપણ દેશ કરતા ભારતમાં ટેરીફ દર ખુબ ઉંચા છે. તેમણે કહ્યું કે ટુંક સમયમાં કાર ઉપર ટેરીફ આવી રહ્યા છે. ટ્રમ્‍પે કહ્યું કે, સ્‍ટીલ પછી હવે કાર અને દવા ઉદ્યોગ-ફાર્માસ્‍્‌યુટીક્‍લ્‍સ ઉપર ટેરીફ આવી રહેલ છે. ટ્રમ્‍પે વળતા ટેરીફ દરો લાદવાના હુકમો ઉપર સહીઓ કરી છે.

દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ભારત અને ચીન દ્વારા મેક્‍સિકોના માર્ગે અમેરિકામાં ઉત્‍પાદનો, ચીજ વસ્‍તુઓ ઠલવાઇ રહ્યા છે. ટ્રમ્‍પે કહ્યું હતું કે ધંધો-બીઝનેસ કરવા માટે ભારત ખુબજ કઠીન દેશ છે.  તેમણે કહ્યું કે એલન મસ્‍ક વડાપ્રધાન મોદીને મળ્‍યા છે, એટલે માનું છું કે ભારતમાં બીઝનેસ કરવા માંગે છે.

(3:11 PM IST)