<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ટ્રમ્‍પે પીએમ મોદીને મળતાની સાથે કહ્યું કેઃ ‘તમને બહું યાદ કર્યા'

પીએમ મોદીએ ટ્રમ્‍પને ચૂંટણી જીત પર અભિનંદન આપ્‍યા

વોશિંગ્‍ટન, તા.૧૪: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને વ્‍હાઇટ હાઉસમાં આવકાર આપ્‍યો અને કહ્યું કે, તેઓ બંને વેપાર અંગે વાત કરશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્‍યુ કે, ભારત અમેરિકા પાસેથી તેલ ખરીદશે. PM મોદીએ ટ્રમ્‍પને તેમની ભવ્‍ય ચૂંટણીની જીત પર અભિનંદન આપ્‍યા અને કહ્યું, મારા પહેલાના અનુભવ પરથી હું કહી શકું છું કે, ભારત-અમેરિકા વ્‍યૂહાત્‍મક ભાગીદારીને વધુ આગળ વધારશે.

PM મોદીએ ટ્રમ્‍પને કહ્યું કે, તેઓ ભારતના રાષ્‍ટ્રીય હિતોને સર્વોચ્‍ચ રાખશે, જેમ કે ટ્રમ્‍પ અમેરિકાના હિતોને સૌથી ઉપર રાખે છે. PM મોદીના વ્‍હાઇટ હાઉસ પહોંચતા જ બંને નેતાઓએ એક સાથે બેસતા પહેલા હાથ મિલાવ્‍યો અને એકબીજાને ગળે લગાવ્‍યા.

ટ્રમ્‍પે PM મોદીને હાથ મિલાવતાં જ કહ્યું, મેં તમને બહુ યાદ કર્યા. ત્‍યારબાદ ટ્રમ્‍પ ત્‍યાં હાજર બીજા લોકોને PM મોદીને મળવા લાગ્‍યા. દ્વિપક્ષીય વાતચીત પહેલા વ્‍હાઇટ હાઉસમાં ભેગા થયેલા સમગ્ર વિશ્વના પત્રકારોને બંને નેતાઓએ સંબોધન કર્યું. આ દરમિયાન ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કહ્યું કે તેઓ (PM મોદી) ભારતમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે અને મારા અને તેમના વચ્‍ચે ખૂબ સારી મિત્રતા છે અને અમે અમારા દેશો વચ્‍ચેના સંબંધોને મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું.

(2:35 PM IST)