<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

શણમુગ હોસ્‍પિટલ પબ્‍લિક ઇશ્‍યૂથી રૂ.૨૦.૬૨ કરોડ એકત્રિત કરશે : આઈપીઓ ૧૭ ફેબ્રુઆરીએ બંધ થશે

સાલેમ, તા.૧૪: સાલેમ સ્‍થિત મલ્‍ટીસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ શણમુગ હોસ્‍પિટલ લિમિટેડ તેના એસએમઈ પબ્‍લિક ઇશ્‍યૂથી રૂ. ૨૦.૬૨ કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને બીએસઈ એસએમઈ પ્‍લેટફોર્મ પર તેના પબ્‍લિક ઇશ્‍યૂને લોન્‍ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્‍લિક ઇશ્‍યૂ સબ્‍સ્‍ક્રીપ્‍શન માટે ૧૩ ફેબ્રુઆરીએ ખૂલશે અને ૧૭ ફેબ્રુઆરીએ બંધ થશે. પબ્‍લિક ઇશ્‍યૂમાંથી મળનારી આવક વધારાના મેડિકલ ઇક્‍વિપમેન્‍ટની ખરીદી માટે મૂડી ખર્ચને ભંડોળ આપવા તથા સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચાશે. ફિનશોર મેનેજમેન્‍ટ સર્વિસીઝ લિમિટેડ આ ઇશ્‍યૂના લીડ મેનેજર છે.

રૂ. ૨૦.૬૨ કરોડના આઈપીઓમાં શેર દીઠ રૂ. ૫૪ પર પ્રત્‍યેક રૂ. ૧૦ની ફેસ વેલ્‍યુના ૩૮.૧૮ લાખ ઇક્‍વિટી શેર્સના ફ્રેશ ઇશ્‍યૂનો સમાવેશ થાય છે. રૂ. ૨૦.૬૨ કરોડના ફ્રેશ ઇશ્‍યૂમાંથી કંપની વધારાના મેડિકલ ઇક્‍વિપમેન્‍ટની ખરીદી માટે મૂડી ખર્ચ માટે રૂ. ૧૪.૫૨ કરોડનો અને રૂ. ૩.૮૩ કરોડ સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચ કરવાની યોજના ધરાવે છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ ૨,૦૦૦ શેર્સ છે અર્થાત અરજી દીઠ રૂ. ૧.૦૮ લાખનું રોકાણ કરી શકાશે. આઈપીઓ માટે રિટેલ ઇન્‍વેસ્‍ટર ક્‍વોટા નેટ ઓફરના ૫૦ ટકા રાખવામાં આવ્‍યો છે. ઇશ્‍યૂ પછી પ્રમોટર હોલ્‍ડિંગ ૭૧.૯૫ ટકા રહેશે.

માર્ચ ૨૦૨૪ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કંપનીએ ૧૯.૭૭ ટકાના તંદુરસ્‍ત એબિટા માર્જિન અને ૧૨.૧૩ ટકાના ચોખ્‍ખા નફાના માર્જિન સાથે રૂ. ૫.૨૬ કરોડનો ચોખ્‍ખો નફો અને રૂ. ૪૩.૩૯ કરોડની આવક નોંધાવી છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ના રોજ પૂરા થયેલા છ મહિના માટે, કંપનીએ કુલ રૂ. ૨૪.૮૨ કરોડની આવક અને રૂ. ૨.૩૯ કરોડનો ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો હતો. ૩૧મી માર્ચ ૨૦૨૪ના રોજ, કંપનીનો આરઓઈ ૩૦.૭૧ ટકા, આરઓસીઈ ૩૫.૮૯ ટકા અને આરઓએનડબ્‍લ્‍યુ ૩૦.૭૧ ટકા તથા ચોખ્‍ખા નફાનું માર્જિન ૧૨.૧૩ ટકા અને ડેટ ટુ ઇક્‍વિટી ૦.૫૩ ગણું હતું.

૩૦મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ના રોજ, કંપનીની નેટ વર્થ રૂ. ૧૯.૫૩ કરોડ, રિઝર્વ અને સરપ્‍લસ રૂ. ૯.૭૩ કરોડ અને એસેટ બેઝ રૂ. ૩૬.૫૩ કરોડ નોંધવામાં આવી હતી. કંપનીના શેર બીએસઈ એસએમઈ પ્‍લેટફોર્મ પર લિસ્‍ટ થશે.(૨૩.૧૯)

(4:03 PM IST)