News of Friday, 14th February 2025
જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં રાહત, આંકડો ડિસેમ્બર ૨૦૨૪ માં ૨.૩૭% થી ઘટીને ૨.૩૧% થયો

નવી દિલ્હી, તા.૧૪: WPI: ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) જાન્યુઆરીમાં ઘટીને ૨.૩૧ ટકા થયો જે ડિસેમ્બર ૨૦૨૪માં ૨.૩૭ ટકા હતો. શુક્રવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંબંધિત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજીના ભાવમાં ઘટાડાને કારણે જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટીને ૨.૩૧ ટકા થયો. , શુક્રવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંબંધિત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૨૪ માં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો ૨.૩૭ ટકા હતો. જાન્યુઆરી ૨૦૨૪ માં, તે ૦.૩૩ ટકા હતું.
માહિતી અનુસાર, જાન્યુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો ઘટીને ૫.૮૮ ટકા થયો, જે ડિસેમ્બર ૨૦૨૪માં ૮.૪૭ ટકા હતો. શાકભાજીનો ફુગાવો ડિસેમ્બર ૨૦૨૪ માં ૨૮.૬૫ ટકાથી નોંધપાત્ર રીતે ઘટીને ૮.૩૫ ટકા થયો.
જાન્યુઆરીમાં બટાકાનો ફુગાવો ૭૪.૨૮ ટકાના ઊંચા સ્તરે રહ્યો અને ડુંગળીનો ફુગાવો ૨૮.૩૩ ટકા થયો. જાન્યુઆરીમાં ઇંધણ અને વીજળી શ્રેણીમાં ૨.૭૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ડિસેમ્બરમાં ૩.૭૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્પાદિત ચીજવસ્તુઓમાં ફુગાવો ડિસેમ્બર ૨૦૨૪ માં ૨.૧૪ ટકાની સરખામણીમાં ૨.૫૧ ટકા રહયો.(૨૩.૨૦)
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
