<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

પાકિસ્તાનમાં થયો IED બ્લાસ્ટ : બલૂચિસ્તાન પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટમાં 10 નાગરિકોના મોત

કામદારોનું જૂથ હરનાઈ જિલ્લાના બજારમાં જઈ રહ્યું હતું ત્યારે અચાનક વિસ્ફોટ થયો

નવી દિલ્હી :પાકિસ્તાન ફરી એકવાર આતંકવાદી ઘટનાથી હચમચી ગયું છે. દેશના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 10 નાગરિકોના મોત થયા છે. સાથે જ અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
  પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ વિસ્ફોટથી હચમચી ગયું છે. શુક્રવારે, દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં IED વિસ્ફોટમાં 10 મજૂરોના મોત થયા હતા. બલુચિસ્તાનમાં અલગતાવાદી જૂથો દાયકાઓથી બળવો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરહદી વિસ્તારોમાં હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક સરકારી અધિકારી સલીમ તારીને જણાવ્યું હતું કે કામદારોનું જૂથ હરનાઈ જિલ્લાના બજારમાં જઈ રહ્યું હતું ત્યારે અચાનક વિસ્ફોટ થયો. તેમણે કહ્યું કે તે એક IED બ્લાસ્ટ હતો.
     બોમ્બ બ્લાસ્ટને લઈને વરિષ્ઠ પોલીસ સરકારી અધિકારી શહઝાદ ઝેહરીએ જણાવ્યું કે. "હરનાઈ જિલ્લામાં થયેલા હુમલામાં દસ ખાણ કામદારો માર્યા ગયા," હરનાઈ દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાથી 160 કિલોમીટર દૂર આવેલું છે. આ ઘટના બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનું નિવેદન આવ્યું છે. તેમણે દેશમાંથી આતંકવાદના ખતરાનો અંત લાવવા માટે કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અત્યાર સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.



 

(6:40 PM IST)