હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્સવ દરમિયાન 2 હાથીઓએ મંદિરમાં તોડફોડ કરી : અડફેટે આવ્યા બાદ 3 લોકોના મોત :36 લોકો ઘાયલ
કોયિલેન્ડીમાં મંદિરમાં પાસે હાથી ભડક્યા: 2 હાથીઓએ મંદિરમાં ઉત્પાત મચાવ્યો :મંદિર પરિસરમાં દોડધામની સ્થિતિ વચ્ચે કેટલાક લોકો હાથીની અડફેટે આવ્યા

કેરળના કોઝિકોડ જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કોયિલેન્ડીમાં મંદિરમાં પાસે હાથી ભડક્યા હતા. આ દરમિયાન 2 હાથીઓએ મંદિરમાં ઉધમ મચાવ્યું હતું,
વિગતો મુજબ મંદિર ઉત્સવ દરમિયાન હાથી ભડક્યા બાદ હાથીઓએ મંદિરમાં તોડફોડ કરી હતી. આ તરફ હાથીઓને લઇ મંદિર પરિસરમાં દોડધામની સ્થિતિ વચ્ચે કેટલાક લોકો હાથીની અડફેટે આવ્યા હતા. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે અને 36 લોકો ઘાયલ થતા હોસ્પિલમાં ખસેડાયા છે
કેરળના કોઝિકોડ જિલ્લાના કોયિલેન્ડી નજીક માં ગુરુવારે સાંજે હાથીઓ દ્વારા થયેલી ભાગદોડમાં ત્રણ ભક્તોના મોત થયા હતા અને 36 ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાર્યક્રમમાં સામેલ બે હાથીઓએ ઘણો હોબાળો મચાવ્યો અને કાર્યક્રમમાં રાખેલી વસ્તુઓનો નાશ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે બે હાથીઓ કાર્યક્રમમાં હંગામો મચાવી રહ્યા છે અને કેટલાક લોકો તેમને સંભાળતા જોવા મળે છે જ્યારે કેટલાક લોકો તેમનાથી ભાગી જતા જોવા મળે છે.
આ હાથીઓના ત્રાસથી થયેલી નાસભાગમાં લીલા રાજન અને અમ્મુકુટ્ટી નામના લોકોના મોત થયા. આ ઘટનામાં લગભગ 36 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની સારવાર કરવામાં આવી રહી છે.
સ્થાનિક ચર્ચાઓ અને મીડિયા અહેવાલો મુજબ ઉત્સવ દરમિયાન ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આના કારણે એક હાથી હિંસક બન્યો અને ત્યારબાદ તેણે બીજા હાથી પર હુમલો કર્યો. બંને હાથીઓએ મંદિરના કાર્યાલયના એક ભાગને પણ નુકસાન પહોંચાડ્યું. આ દરમિયાન લોકો ભાગતા જોવા મળ્યા. લાંબા સમય પછી મહાવત હાથીઓને કાબૂમાં લેવામાં સફળ રહ્યા, પરંતુ ત્યાં સુધીમાં લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ તરફ હવે ત્રણ લોકોના મૃત્યુનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે.
ઉત્તરીય ક્ષેત્રના કલેક્ટર અને મુખ્ય વન સંરક્ષક ઘટના અંગે રિપોર્ટ રજૂ કરી શકે છે. સ્થાનિક હાથી વ્યવસ્થાપન નિયમોનું ઉલ્લંઘન થયું છે કે, કેમ તે અંગે તેઓ તપાસ કરશે. ઉત્સવમાં ભાગ લેનારા લોકોએ જણાવ્યું હતું કે, હાથી પરેડ દરમિયાન નિર્ધારિત અંતર જાળવવામાં આવ્યું ન હતું. પોલીસે જણાવ્યું હતું કે, અધિકારીઓએ મંદિરમાં હાથી પરેડ માટે પરવાનગી માંગી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
