News of Friday, 14th February 2025
CBSEની ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૃ થશે
સીસીટીવી મોનિટરિંગ ઓફિસર રાખશે બાજ નજરઃધો.૧૦-૧૨ની પરીક્ષામાં ૪૪ લાખ જેટલાં વિદ્યાર્થીઓ વિવિધ ૨૦૪ જેટલાં વિષયોમાં પરીક્ષા આપશે

નવી દિલ્હી, તા.૧૪
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આવતીકાલે (૧૫ ફેબ્રુઆરી) શરૃ થશે. જેમાં ૪૪ લાખ જેટલાં વિદ્યાર્થીઓ વિવિધ ૨૦૪ જેટલાં વિષયોમાં પરીક્ષા આપશે. દેશભરમાં આવતીકાલથી ઝ્રમ્જીઈની બોર્ડની પરીક્ષા શરૃ થવાની છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ ઊભી ન થાય તેને લઈને ઝ્રમ્જીઈ દ્વારા નવી સીસીટીવી પોલિસી અપનાવી છે.
CBSEની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ ૧ જાન્યુઆરી ૨૦૨૫થી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી ચાલી. જ્યારે આવતીકાલથી થિયરી શરૃ થશે. CBSEએ પરીક્ષા કેન્દ્ર પર ૨૪૦ વિદ્યાર્થીઓ અથવા ૧૦ ક્લાસરૃમ વચ્ચે સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મુકવામાં આવ્યા છે, જેમના દ્વારા વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે. આ સીસીટીવી રેકોર્ડિંગનને આશરે બે મહિના સુધી રાખવામાં આવશે. રાજ્યમાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ૪૮ કેન્દ્ર પર ધોરણ ૧૦ના ૨૬૦૨ અને ધોરણ ૧૨ના ૧૬૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પ્રેક્ટિકલ પરીક્ષાની માર્ગદર્શિકા મુજબ, શાળાઓએ માર્કસ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. શાળાઓએ વિદ્યાર્થીઓના માર્કસ બોર્ડની વેબસાઈટ પર પરીક્ષાના દિવસે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. બોર્ડે શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓ તેમજ માર્ક્સ અપલોડ કરવાની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, માર્ક્સ અપલોડ કરવાની તારીખ લંબાવવામાં આવશે નહીં.
CBSE બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ માટે થિયરી પરીક્ષામાં સફળ થવાની સાથે પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
જો કોઇ વિદ્યાર્થી થિયરી પરીક્ષામાં પાસ થયો હોય પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયો હોય તો તેને નાપાસ જ ગણવામાં આવશે. નોંધનીય છે કે, CBSE બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીને તમામ વિષયોમાં ૩૩ ટકા માર્ક્સની જરૃર હોય છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
